વલસાડ: વલસાડ કલેકટરાલય ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને વન-પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંગેની બેઠક મળી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આ બેઠકમાં વર્ષ 2023-24માં વલસાડ જિલ્લાના આદિજાતિ વિસ્તારના કુલ 728 કામો માટે કુલ રૂ. 3203.18 લાખની સૂચિત જોગવાઈને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં વલસાડના 1 ધરમપુર 592.61 127 2 કપરાડા 1210.76 194 3 પારડી 351.72 104 4 વાપી 192.98 67 5 ઉમરગામ 404.18 92 6 અટગામ પોકેટ 243.91 75 7 રોણવેલ પોકેટ 207.03 68 રૂપિયા વિવિધ યોજનાને લઈને ફયાવાયા છે.

કુલ 22 સદર પૈકી પાક કૃષિમાં આદિજાતિના લાભાર્થીઓ માટે કુલ 64 કામ માટે રૂ. 433.94 લાખ, હોર્ટિકલ્ચરમાં ફ્રૂટ કલેકશન માટે પ્લાસ્ટીક કેરેટ આપવાની યોજના હેઠળ 7 કામ માટે રૂ. 11 હજાર, પશુપાલન માટે આદિજાતિ લાભાર્થીઓને 21 કામ માટે રૂ. 159.28 લાખ, ડેરી વિકાસ માટેના 14 કામો માટે રૂ. 20.95 લાખ, મત્સ્યોદ્યોગમાં 7 કામ માટે રૂ. 11 હજાર, વન નિર્માણમાં 7 કામ માટે રૂ. 8.10 લાખ, સહકારમાં દૂધ મંડળીઓને ટ્રેવીસ આપવાની યોજનામાં 7 કામ માટે રૂ. 6.35 લાખ, ગ્રામ વિકાસમાં રસ્તાના 83 કામો માટે રૂ. 256.13 લાખ, નાની સિંચાઈમાં 42 કામ માટે રૂ. 487.92 લાખ, પ્રવાસન સ્થળ વિલ્સન હિલ અને વાઘવળના શંકર ધોધ પાસે શૌચાલય, કપરાડાના દિનબારી ફળિયામાં ધોધ પાસે વન કુટીર અને શૌચાલય તેમજ આદિજાતિ વિસ્તારમાં આવેલા પ્રવાસન કેન્દ્રો, હાટ બજાર અને પીએચસીના સ્થળે ટોઈલેટ, બાકડા, વન કુટીર, લાઈટ અને કચરાપેટીના 9 કામ માટે રૂ. 32.81 લાખ, વીજળી શક્તિ માટે કાકડકુવા, મરલા અને રાબડા ગામમાં સ્ટ્રીટ લાઈટ અને બસ સ્ટોપ, પીએચસી, સીએચસી, સબ સેન્ટર, પંચાયત ચોક પર સ્ટ્રીટ લાઈટ અને પીએચસી સેન્ટર પર ઈન્વર્ટર આપવાની યોજનાના કુલ 7 કામ માટે રૂ. 11.64 લાખ, ગ્રામ્ય અને લઘુ ઉદ્યોગના 14 કામ માટે રૂ. 169.03 લાખ, માર્ગ અને પુલના 103 કામ માટે રૂ. 338.69 લાખ, નાગરિક પુરવઠાના 7 કામ માટે રૂ. 4.76 લાખ, સામાન્ય શિક્ષણમાં પ્રા.શાળા અને આશ્રમશાળામાં કન્યા અને કુમાર ટોઈલેટ, બ્લોક, શાળાના મકાન પર પતરાનો શેડ, ઓરડા, કંપાઉન્ડ વોલ અને લાઈબ્રેરી/બાલવાટીકા બનાવવાના 78 કામ માટે 469.22 લાખની જોગવાઈ કરાઈ છે. તાંત્રિક શિક્ષણમાં સ્વરોજગાર તાલીમ, સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ અને સાધન સહાયના કુલ 35 કામ માટે રૂ. 31.77 લાખ, જાહેર આરોગ્ય અને તબીબી યોજના હેઠળ કુલ 37 કામ માટે રૂ. 139.92 લાખ, પાણી પુરવઠા અને મુડી ખર્ચ યોજના હેઠળ 7 કામ માટે રૂ. 10.58 લાખ, અનુસૂચિત જન જાતિ અને પછાત વર્ગના કલ્યાણના 23 કામ માટે રૂ. 209.56 લાખ, શ્રમ અને રોજગારના 35 કામ માટે રૂ. 27.25 લાખ, પોષણ યોજનાના 18 કામ માટે રૂ. 174.17 લાખ અને મધ્યાહન ભોજન યોજનાના 103 કામ માટે રૂ. 210.89 લાખની જોગવાઈ કરવામાં આવી હતી. આ સિવાય વલસાડના છુટા છવાયા 4 ટકા વિસ્તારના 14 કામ માટે રૂ. 32.95 લાખની જોગવાઈ કરાઈ છે.

આ બેઠકમાં મંત્રીશ્રીએ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી રમણલાલ પાટકર, જીતુભાઈ ચૌધરી, ભરતભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલ, જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતના પ્રમખશ્રીઓ, જિલ્લા આદિજાતિ વિકાસ મંડળમાં સરકાર તરફથી નિમાયેલા સભ્યો તેમજ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની બેઠા હતા.

[લોકમત: હવે વલસાડના આદિવાસી પ્રજાની અને ખાસ કરીને શિક્ષિત લોકોની જવાબદારી બને છે કે જે રકમ જે તે યોજનામાં કે કામગીરી કરવા માટે ફાળવાય છે તેમાં વપરાય છે કે નહિ ? કે પછી નેતાઓના અને અધિકારીઓના ખિસ્સા ભરાય છે ?]