વાંસદા: ગતરોજ વાંસદાના સિંગાડ ગામમાં ગણેશ પ્રતિમાનું વિસર્જનયાત્રામાં જોડાયા બાદ કાવેરી નદીમાં નાહવા પડેલા યુવાનનું અકારણે ડૂબી જતાં તેનું મોત થયાની ઘટના બહાર આવતાં સમગ્ર પંથકમાં શોકમય વાતાવરણ રસરી ગયું હતું.

DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર વાંસદા તાલુકાના સિંગાડ ગામના બેસાડેલા ગણપતિની સાંજના સમયે વિસર્જન યાત્રા નીકળી હતી ત્યારે ગામના વડલી ખાતે રહેતો 20 વર્ષીય વિમલ નરોત્તમ પટેલ પણ એમાં સામેલ હતો. ગામની નજીકમાં આવેલી કાવેરી નદીના કિનારે ગણપતિનેને અંતિમ વિદાય આપવાની તૈયારી હતી અને આરતી આરંભ થયો હતો તે વખતે લગભગ સાંજના 5:30 વાગ્યાની આસપાસ વિમલ નદીમાં નાહવા પડ્યો હતો. તે નદીમાં ડૂબી રહ્યો હતો લોકોએ જોઈ લેતા જોતા તાત્કાલિક ધોરણે તેને બહાર કાઢી સારવાર માટે  વાંસદા કોટેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો પણ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનાની જાણ વાંસદા પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતક વિમલ પટેલના મૃતદેહને PM માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાને લઈને વાંસદા પોલીસ દ્વારા આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ આગળની વધારી હોવાનું જાણવા મળ્યું છે.