સુરત: ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (GCZMA), જીલ્લા કલેકટર સુરત અને મહેસુલ વિભાગ ગુજરાત દ્વારા સર્વે નંબર ૨૪૪/ અ જીયાવ ગામ સુરત જીલ્લા ખાતે સૂચિત જીલ્લા કોર્ટ બિલ્ડીંગ માટે ફાળવેલ છે. જેમાં જરૂરી પર્યાવરણીય આકારણીને ધ્યાનમાં લીધા વિના કોર્ટ બિલ્ડિંગ માટે ગેરકાયદેસર રીતે જમીન ફાળવવામાં આવી હોવાનું એડવોકેટે રોશની પટેલનું કહેવું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ સૂચિત જિલ્લા કોર્ટ બિલ્ડિંગ માટેની જમીન CRZ નોટિફિકેશન 2011/2019 મુજબ બનેલ Coastal Zone Management Plan (CZMP) નકશા મુજબ CRZ વિસ્તારો- “હેઝાર્ડ લાઇન” હેઠળ આવે છે. CRZ (કોસ્ટલ રેગ્યુલેશન ઝોન) નોટિફિકેશન મુજબ હેઝાર્ડ લાઇન એ એવી રેખા છે કે જેના પર પ્રતિકૂળ હવામાનની ઘટનાઓ અને સુનામી જેવા કુદરતી જોખમો અસર કરે તેવી શક્યતા ધરાવતો વિસ્તાર છે. તમામ આર્થિક શહેરી વિકાસ પ્રવૃત્તિઓએ આ રેખાને ધ્યાનમાં લેવી જરૂરી હોય છે. સદર જમીનની ફાળવણી જિલ્લા કલેક્ટર સુરત દ્વારા કરવામાં આવેલ છે જે પોતે જ ડિસ્ટ્રિક્ટ લેવલ CRZ સમિતિના ચેરમેન છે. કલેકટર કચેરી દ્વારા ફાળવણી માટેના પત્રમાં પણ આ વિસ્તાર ભરતી પ્રભાવિત વિસ્તારમાં આવે છે તેનો પણ ઉલ્લેખ થયેલ છે. ઉપરાંત પેટા ખાડીઓ- પ્રસ્તાવિત કોર્ટ વિસ્તારની નજીક ખાડી અને કુદરતી વહેણ જોવા મળે છે. આંતર ભરતી વિસ્તારો વચ્ચે કોઈપણ રચનાત્મક પ્રવૃત્તિને અનુમતિ નથી અથવા CRZ સૂચના 2011/2019 મુજબ CRZ ક્લિયરન્સની જરૂર છે. તેમ છતાં આ ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીની સલાહ લીધા વિના કે જરૂરી મંજૂરી વિના આ જમીન ફાળવી દેવામાં આવી છે. જે CRZ નોટિફિકેશન/ Environment Protection Act 1986નું ઉલ્લંઘન છે જે બાબત લેવાયેલ નથી.

વધુમાં, આ વિસ્તાર સૂચિત કોર્ટની જમીન ઔદ્યોગિક ક્લસ્ટરો, Surat Municipal Corporation SMCની MSW ડિસપોઝલ સાઇટ અને નેશનલ હાયવે ૫૩ની નજીક છે જે ન્યાયાધીશોથી લઈ વકીલો, કોર્ટ સ્ટાફ અને સભ્યો અને જાહેર જનતા સહિત કોર્ટની કાર્યવાહીમાં સામેલ થનારા તમામ લોકોના સ્વાસ્થ્ય અને સલામતીને લગતો એક નોંધપાત્ર પ્રશ્ન છે. આ બાબતે તેમના દ્વારા કલેકટરશ્રી, સભ્ય સચિવ મહેસૂલ વિભાગ અને ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (GCZMA) ને કરેલ અરજીની નકલ મોકલી આપી છે.