કપરાડા: ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા કપરાડા તાલુકા છેલ્લાં ઘણાં વર્ષોથી વિકાસથી વંચિત છે તેની તાજું ઉદાહરણ કપરાડા 6 ગામોમાં ઊચા‎ ચેકડેમો કે બ્રિજ ન બનતાં વિદ્યાર્થીઓએ જીવના જોખમે નદી કે‎ ચેકડેમ પાર કરવું પડે છે તેના ઉપરથી લગાવી શકાય છે.

કપરાડાના ધામણ વેગણ ગામના બાળકો શાળાએ જતા વેળાએ કેવી જોખમી રીતે નદી પાર કરે છે તે દ્રશ્યો ચિત્રોમાં જોઈ શકાય છે. આ નદીઓ ઉપર દર ચુંટણીએ પુલ બાંધવાના વચનો અપાતાં કેટલા ધારાસભ્ય આવ્યા અને ગયા પણ અહી સ્થિતિ જેમ ની તેમ જ છે. આ વખતે ગ્રામ,ગ્રામજનોએ નક્કી કર્યું છે કે જો બ્રિજ ન બને તો આગામી‎ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું એવું જાણવા મળ્યું છે.

કપરાડા તાલુકામાં આ ઉપરાંત દહીખેડ,‎ કરચોણ, ખડકવાલ ,સિલ્ધા, મોટી પલસાણા કરંજલી‎ સહિતના ગામોમાં કોઝવે દર ચોમાસે ધોધમાર વરસાદના પાનીએ ડૂબી જાય છે. છતાં આજ સુધી આ ગામોમાં પણ બ્રિજ કે ઊંચા ચેકડેમો બન્યા નથી. સ્થાનિકોએ આ તમામ મુશ્કેલીઓ માટે વહીવટીતંત્ર અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીને કારણભૂત ગણાવી રહ્યા છે.