ચીખલી: 5 દિવસ પહેલા ચીખલીમાં થયેલી નિવૃત્ત પોલીસ ASI પુત્ર વિનલ પટેલની નિર્મમ હત્યાને લઈને પોલીસે 24 કલાકમાં ત્રણેય આરોપીની ધરપકડ અને કોર્ટ પાસેથી આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મેળવી મર્ડરના કારણ જણાવાની કોશિશ કરતાં ‘પ્રેમમાં સપોર્ટ કરવાને લઈને હત્યા કરી હોવાનું આરોપીએ કબલ્યું છે,
Decision News ને તાજા મળેલી જાણકારી પ્રમાણે પોલીસ રિમાન્ડ દરમ્યાન આરોપી વસિષ પટેલે કહ્યું છે કે તેની બહેનએ ભાગીને તેના પ્રેમી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જેમાં મૃતક વીનલ પટેલે પ્રેમીની મદદ કરતો હતો. તેનો બદલો લેવા જીજ્ઞેશ પરમાર અને રાહુલ રબારી સાથે મળીને અમે તેની હત્યા કરી નાખી હતી.
મૃતકના પરિવાજન હત્યાના આ કારણ માનવા તૈયાર નથી. મૃતકના ભાઈ મીનેશ પટેલ જણાવે છે કે હત્યાનું કારણ અમારા ગળે ઉતરતું નથી. અમે તમામ આરોપીઓના નાર્કો ટેસ્ટ માટેની જે માંગ કરી છે તે પણ પોલીસ કરે તેવી અમારી ઈચ્છા છે. કોળી સમાજના આગેવાન અને મૂર્તકના પરિવારો દ્વારા DYSP ને આવેદનપત્ર આપી આરોપીઓને ફાંસીની આપવાની માંગ કરી છે. તેમને શંકા છે કે આ હત્યા પ્રકરણમાં કોઈ ચોથા વ્યક્તિએ દોરી સંચાર કરીને હત્યાને અંજામ આપ્યો છે. તે વ્યક્તિ ખુલ્લો પડે એ જરૂરી છે.











