મુંબઈ: સગીર પરના દુષ્કર્મ કે પછી જાતિય રીતે સતામણી માટેના કાનૂન ધ પ્રોટેકન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ પ્રોફેન્સ એકટ-2012 પણ એક વિશ્લેષણ કરતા મુંબઈ હાઈકોર્ટે જણાવ્યું હતું કે, જો સગીરની સહમતીથી આ પ્રકારના સંબંધ બને તો તેમા ‘પોકસો’ લાગુ કરી શકાય નહી.

એવી માહિતી મળી કે મુંબઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અનુજા પ્રભુ દેસાઈએ એક ચૂકાદાએ જણાવ્યું કે, પોકસો કાનૂન રોમાંટીક કે સહમતીથી બનતા સંબંધોએ સામેલ સગીરોને સજા આપવા માટે નહી તે ફકત સગીરોને બળજબરીથી દુષ્કર્મ અને જાતીય સતામણી કરી બચાવવા અને તેના આરોપીને ઉચીત દંડ- સજા કરવા માટે જ છે. આ કેસમાં સગીરાની સામે તેની પુત્રી પર દુષ્કર્મ થયાની ફરિયાદ કરી હતી અને પોલીસે આરોપી પણ સગીર હતો અને તેના પરથી પોકસો કાનૂન લગાડયો હતો.

આ કેસમાં જે સગીરા હતી તેણે અદાલતમાં પણ સ્વીકાર્યુ કે તેની સહમતીથી આ સંબંધ બંધાયા હતા અને તેના પર કોઈ બળજબરી કે ધાક ધમકી થઈ નથી. હાઈકોર્ટે જણાવ્યું કે તેમાં કોઈ થોડા નથી કે સગીરાને દુષ્કર્મ કે જાતીય અત્યાચારની વ્યવસ્થા માટે પોકસો કાનૂન છે પણ જે સંબંધ સહમતીથી અને રોમાંટીક રીતે બનતા હોય તો તેમાં સંબંધોમાં સામેલ સગીરોને સજા આપી શકાય નહી.