ઉચ્છલ: ઉચ્છલ નિઝર હાઇવે ઉપર મોગલબારા ગામનું બસસ્ટોપ જર્જરિત હાલતમાં હોવાના લીધે મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. મુસાફરો સાઈટ પર આવેલાં લીમડાના વૃક્ષ નીચે ઉભા રહીને બસની રાહ જોવા મજબુર બન્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

Decision News એ લીધેલી મુલાકાતમાં જણાયું કે ઉચ્છલ નિઝર હાઇવે ઉપર મોગલબારા બસસ્ટોપ એક ઉંચાઈ પર છે ઉંચાઈ વધારે હોવાથી અકસ્માત સર્જાઈ ન એના માટે ડુંગરની ઉંચાઈ ઓછી કરવામાં આવી, આ દરમિયાન બસસ્ટોપની ઉંચાઈ હાઇવે કરતાં 3,4 ફૂટ ઉંચાઈ પર આવી ગયું અને રસ્તો નીચે કરવામાં આવ્યો કારણ કે અકસ્માત ન થાય. પણ જે બાજુમાં બસસ્ટોપ છે એના નીચે બેસીને મુસાફર બસની રાહ જોતા હતા, એ મુસાફરો હાલમાં ઉનાળાની ઋતુમાં ખડેપગે ઉભા રહી બસની રાહ જોઈ છે. હાલમાં બસસ્ટોપ જર્જરિત હાલતમાં છે સ્થાનિક નાગરિકો માંગ કરે છે કે બસસ્ટોપ નવું બનવું જોઈએ. મોગલબારા બસસ્ટોપ પરથી સસા, લીંબાસોટી અને મોગલબારા ગામોના મુસાફરો મુસાફરી કરવા માટે આ બસસ્ટોપનો ઉપયોગ કરતાં હોય છે. આ ત્રણે ગામોની વસ્તી લગભગ 1500 થી વધારે છે.

સ્થાનિક રહેવાશી જીગરભાઈ વસાવાએ જણાવ્યું કે “જયારે બસસ્ટોપ મૂળ અવસ્થામાં હતું ત્યારે બસની રાહ જોતા મુસાફરો બસસ્ટોપની અંદર બેસી બસની રાહ જોતા હતા અત્યારે તો બાજુની સાઈટ પર ઉભા રહીને બસની રાહ જોવાઈ છે. અમારી માંગ છે કે બસસ્ટોપ નવું બનાવી આપવામાં આવે તેથી મુસાફરી કરતાં મુસાફરોને રાહતનો અનુભવ થાય “. બસસ્ટોપની સુવિધા ન હોવાથી મુસાફરો સાઈટ પર આવેલાં લીમડાના વૃક્ષ નીચે ઉભા રહીને બસની રાહ જોતા જોવા મળે છે.