ધરમપુર: આજરોજ ધરમપુરના કરંજવેરી ગામની એક 13 વર્ષની કિશોરી માન નદીમાં નાહવા પડતાં અચાનક ઊંડા પાણીમાં ડૂબી જવાની ઘટના બનવા પામી છે. ઊંડા પાણીમાંથી બહાર કાઢીને કિશોરીને હોસ્પિટલ લઇ જવામાં આવી પણ સારવાર મળે તે પહેલાં મોત થઇ ગયું હતું.

જુઓ વિડીયો..

Decision News ને મળેલી માહિતી મુજબ આકસ્મિક ઘટનાનો ભોગ બનેલી 13 વર્ષની કિશોરી મિતાલીબેન ધરમપુર તાલુકાના કરંજવેરી ગામમાં રહેતી હતી તેના પિતાનું નામ બાલુભાઈ પટેલ છે. આજરોજ મિતાલી પોતાની બહેનપણી સાથે માન નદીના કિનારે કપડાં ધોવા માટે ગઈ હતી અને કપડાં ધોવાઈ ગયા પછી બધી બહેનપણી સાથે નદીમાં નાહવા ઉતરી હતી અચાનક તે ઊંડા પાણીમાં બાજુ નીકળી ગઈ અને ડૂબવા લાગી આ જોઈ તેની બહેનપણીઓ બુમાબુમ કરવા લાગી અને તરત ગ્રામજનોને બોલાવવા માટે ગઈ અને ઘટનાની વિગત સાંભળતાં ગ્રામજનો ઘટના સ્થળે દોડયા અને નદીના ઊંડા પાણીમાં મિતાલીની શોધ ખોળ કરી અને 20-25 મીનીટની શોધખોળ પછી મિતાલી મૂર્છિત અવસ્થામાં ઊંડા પાણી માંથી મળી આવતાં 108 બોલાવી તેને સારવાર માટે સ્ટેટ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી પણ ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હતું. ડોકટરે તેને મૃત જાહેર કરી હતી.

આ આકસ્મિક ઘટનાથી હાલમાં પરિવારમાં દુઃખનું આભ ફાટયું છે પરિવારમાં ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.