ખેરગામ: પ્રેમિકાનું પરિવારજનો દ્વારા ઓનર કિલિંગ કર્યું હોવાનો પ્રેમીનો દાવો અને યુવકે સ્વીકારવાની ના પાડતાં પોતાની દીકરીએ આત્મહત્યા કરી આમ બંને પક્ષે સામ-સામા આક્ષેપ કરી સત્ય અને જુઠની ગુંચવણ ભરી એક યુવતીના મોતની ઘટના પ્રકાશમાં આવી છે.

Decision News ને મળેલી વિગતો અનુસાર નવસારીના અબ્રામા ગામમાં રહેતી યુવતી અને ખેરગામમાં રહેતા બ્રિજેશ પટેલ નામના યુવક પાંચ વર્ષથી પ્રેમસંબંધમાં હતા. 20 એપ્રિલે યુવતી ઘરથી નીકળી વલસાડ પહોંચી હતી ત્યારે યુવતીના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે હતા અને બ્રિજેશને યુવતીનો ફોન આવ્યો કે, ‘તું મને લઈ જા’ આ સાંભળી યુવતીના પરિવારના સભ્યો દ્વારા બ્રિજેશને કહેવામાં આવ્યું કે ‘તું તેને લઈ આવ અને ત્યારબાદ તલવાડા તળાવ પાસે અમને સોંપી દેજે’. બ્રિજેશ વલસાડ ગયો હતો અને ત્યાંથી યુવતીને લાવી તલવાડા ચોકડી પાસે પરિવારના સભ્યોને સોંપી અને  સાદિક નામના વ્યક્તિ દ્વારા યુવતીને પોતાની કારમાં બેસાડી દેવામાં આવી હતી. ત્યારબાદ યુવતીના પરિવારના સભ્યો દ્વારા બ્રિજેશને પોલીસ ફરિયાદ નહીં કરે તેવું કહીને રવાના કરી દીધો હતો.

બીજા દિવસે બ્રિજેશને જાણવા મળ્યું કે, યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોતાની પ્રેમિકા આત્મહત્યા કરી તે સમાચાર બ્રિજેશ પટેલ માનવા તૈયાર ન હતો તેણે આ મુદ્દે સૌ પ્રથમ સ્થાનિક પોલીસ સમક્ષ અને ત્યારબાદ સુરત રેન્જ આઈજી સમક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. બ્રિજેશ દ્વારા પ્રેમિકાનું પરિવારજનોએ ઓનર કિલિંગ કર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે અને પ્રેમિકાના મૃતદેહને PM કર્યા વગર જ દફનવિધિ કરવામાં આવી છે. મૃતદેહનું PM કરવામાં આવે એવી બ્રિજેશ માંગ કરી રહ્યો છે. પરિવાર જનોનું કહેવું છે કે પ્રેમીએ છોડી દેતા દીકરીની આત્મહત્યા કરી લીધી હતી. સત્ય શું છે એ તો આવનારા દિવસમાં પોલીસ તપાસમાં જ બહાર આવશે.

પ્રેમિકાની મળેલી ચિઠ્ઠી..