ધરમપુર: આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને અકસ્માતોનું પ્રમાણ વધુ છે ત્યારે આજે ધરમપુર તાલુકાના આવધા ઘાટ પર ધરમપુરના જ ઉપલપાડા ગામના એક યુવાનની બાઈક ઝાડ સાથે ભટકાતા પોતાના જીવ ગુમાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે ધરમપુર તાલુકાના આવધા ઘાટના વળાંક પર ધરમપુરના જ ઉપલપાડા ગામના એક મજુરી કરી પોતાનનું અને પરિવારનું જીવન આગળ ધપાવતા યુવાનનું બાઈક ઉપરથી સ્ટેરીંગ ગુમાવતાં રોડ માર્જીનમાં આવતા ઝાડ સાથે ભટકાતા હાથ-પગ અને મોં ના ભાગમાં ગંભીર ઈજા થતાંતેનું ઘટના સ્થળે જ તેનું મોત થઇ ગયું હોવાની ઘટના બની છે.

મૃતક યુવાની લાશને પોલીસ PM માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ આવધા ઘાટ પર આ પહેલાં પણ જીવ લેણ અકસ્માતો થઇ ચૂકયા છે. હાલમાં પરિવારમાં 18 વર્ષના જુવાનજોધ દીકરાનું અવસાન થતાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું છે.