સુરત: આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડયાની વાતો વહેતી થઇ છે. સુરતમાં ભાજપ કમલમમાં આમ આદમી પાર્ટીના 6 જેટલા કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. આ અગાઉ પણ પાર્ટીના ચાર અને નવા છ કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટી ભાજપનો ખેસ ધારણ કરી ચુક્યા છે.

આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી આક્ષેપ કર્યો કે અમારા કોર્પોરેટરોને 50 થી 75 લાખ રૂપિયા આપીને ખરીદી લીધા છે. શિક્ષણ મંત્રી બંગલામાં આ કોર્પોરેટરો ગયા હતા અને ત્યાં જ ષડયંત્ર રચાયું અને અમારા ઘણા કોર્પોરેટરોને ડરાવી ધમકાવીને લઈ ગયા છે.

ભાજપ કાર્યાલયમાં આ તમામ કોર્પોરેટરોએ ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીતના મોટા નોતાઓની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. કોર્પોરેટરોનું કહેવું છે કે ‘અમે આપમાં રહીને કામ કરી શકતા ન હતા માટે હવે ભાજપમાં રહીને લોકોની સેવા કરશું’.