સુરેન્દ્રનગર: 21, માર્ચના રોજ સમાજકાર્ય વિભાગ(MSW), સી. યુ. શાહ યુનિવર્સિટી, વઢવાણ, સુરેન્દ્રનગર દ્વારા વિશ્વ સમાજકાર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્ષની થીમ Respecting Social Diversity Through Joint Social Actions (સંયુક્ત સામાજિક ક્રિયા દ્વારા વિવિધતાનો આદર કરવો) હતી.

Decision News ને મળેલી વિગતો અનુસાર વિશ્વ સમાજકાર્ય દિવસની ઉજવણીમાં સમાજમાં જોવા મળતી વિવિધતાને આદર કરી તેને  જીવનમાં ક્રિયાન્વિત કરવી જેના વિશેની ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ફેકલ્ટી ઑફ સોશ્યલ સાયન્સના ડીન ડૉ. જયશ્રીબેન દેસાઈ, સમાજ કલ્યાણ અધિકારી, સુરેન્દ્રનગરના શ્રી ઘનશ્યામભાઈ ધારિયા સાહેબ, સાધના ફાઉન્ડેશન, સાણંદના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ગૌરવભાઈ ઠક્કર અને સુરક્ષા અધિકારી (સંસ્થાકીય સંભાળ) જીલ્લા બાળ સુરક્ષા એકમ, સુરેન્દ્રનગરના બિનલબેન ડોળિયા હારજ રહ્યા હતા.

આ કાર્યક્રમનું સંચાલન સમાજકાર્ય વિભાગના આ.પ્રૉ. અજય પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વિભાગના ડીન ડૉ. જયશ્રીબેન દેસાઈ, આ.પ્રૉ. પારૂલ પરમાર અને સેમ-4 ના વિદ્યાર્થીઓ મદદ કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.