ગુજરાત: ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા આજે યોજનાર જુનિયર ક્લાર્ક પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા ગુજરાતના  મંડળ કચેરી ખાતે તેમજ કર્મયોગી ભવન ખાતે કોઈ અઇચ્છનીય ઘટના ન ઘટે એ માટે રાજ્ય સરકાર દ્વારા પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવાનું પોલીસ વિભાગને જાણ કરી દેવામાં આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આજે યોજનાર જુનિયર ક્લાર્ક પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા મંડળ કચેરી ખાતે તેમજ કર્મયોગી ભવન ખાતે કોઈ અઇચ્છનીય ઘટના ન ઘટે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ એ માટે કર્મયોગી ભવન અને મંડળ કચેરી પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ જુનિયર ક્લાર્ક પરીક્ષાને લઈને અગામી સમયમાં ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા નવી તારીખ બહાર પાડવામાં આવશે ત્યાં સુધી સૌને શાંતિની અપીલ અને પોલીસને કાયદો વ્યવસ્થા જાળવવાનું કહેવામાં આવ્યું છે ,