અમદાવાદ: ગતરોજ 1920માં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિધાપીઠના ગતરોજ 4 નવા ટ્રસ્ટીઓની નિમણુંક કરવામાં આવી હતી જેમાં દક્ષિણ ગુજરાતના ગાંધી તરીકે ઓળખાતા ગફુરભાઈ બિલખીયાની ગૂજરાતના વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળ સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

Decision Newsને પ્રાપ્ત બનેલી વિગતો પ્રમાણે ગૂજરાત વિધાપીઠના કુલપતિ પદે રાજ્યપાલ દેવવ્રત આચાર્યની નિમણુંક બાદ ગતરોજ મળેલી ટ્રસ્ટી મંડળની બેઠકમાં 4 નવા ટ્રસ્ટીના નામની દરખાસ્ત મુકવામાં આવી હતી. આ દરખાસ્ત મંડળના સભ્યોએ વિચાર-વિમર્શ બાદ સર્વાનુમતે ટ્રસ્ટી મંડળમાં ગફુરભાઈ બિલખીયા રાજશ્રી બિરલા, દિલીપ ઠાકર અને હર્ષદ પટેલનો સમાવેશ કરાયો છે ટ્રસ્ટી મંડળના નવા સભ્યો તરીકે સામેલ થયેલા ગફુરભાઈ બિલખીયા પદ્મશ્રી પુરસ્કારથી જ્યારે રાજશ્રી બિરલા પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત થયેલા છે. આગામી સમયમાં હજુ પણ ખાલી પડેલી 4 ટ્રસ્ટીઓની જગ્યા પર નવા ટ્રસ્ટીના નામ ઉમેરાઈ તેવી શક્યતાઓ છે.

દક્ષિણ ગુજરાતના યુવા ગાંધીયન તરીકે ઉભરી રહેલા નીલમ પટેલ જણાવે છે કે ગફ્ફૂર દાદા ગાંધીના અહિંસાના રસ્તા પર વર્ષોથી ચાલે છે અને કાંડાની ધાર પર ચાલવાની તેઓ હિંમત રાખે છે ત્યારે તેઓ ગૂજરાત વિદ્યાપીઠના બહેતરી માટે ગાંધીની જેમ જ એક ટ્રસ્ટીના સ્વરૂપે અંતર આત્માના અવાજને સાંભળી અને અનુસરીને નિર્ણય લેશે એમાં બે મત નથી હું ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળના.. ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં ગફ્ફૂર બિલખીયાને સમાવવાના આ નિર્ણય બિરદાવું છું.