Current affairs: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે દ્વારા ASI, હેડ કોન્સ્ટેબલની પોસ્ટ માટે ભરતીનું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીમાં અરજી કરવા માટે, ઉમેદવારો  વેબસાઇટ crpf.gov.in નામની વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી માટેના ફોર્મ આજથી ભરાઈ રહ્યા છે.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં 1458 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેના માટે એડમિટ કાર્ડ 15 ફેબ્રુઆરી 2023ના રોજ અપાશે. ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર આધારિત કસોટી, કૌશલ્ય કસોટી, શારીરિક ધોરણ કસોટી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટના આધારે કરાશે.

અરજી કરનાર સામાન્ય, EWS અને OBC કેટેગરીના પુરૂષ ઉમેદવારોએ ફી તરીકે રૂ. 100 જ્યારે SC/ST તથા ભૂતપૂર્વ સૈનિકો અને મહિલા ઉમેદવારોને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 જાન્યુઆરી 2023 છે કરવામાં આવી છે.