અમદાવાદ: દિવસ દરમિયાન રસ્તાઓ પર મહેનત કરીને સફાઈ કામગીરી કરવી અને રાત્રે આંખોમાં ડૉક્ટર બનવાનું સ્વપ્ન સજાવીને પુસ્તકો સાથે કુશ્તી લડવી—આ કોઈ ફિલ્મની વાર્તા નથી, પરંતુ 19 વર્ષીય શુભમની વાસ્તવિક જીવનની પ્રેરણાદાયી કહાની છે. અત્યંત સામાન્ય અને આર્થિક રીતે નબળી પરિસ્થિતિમાં ઉછરેલા શુભમે ક્યારેય મુશ્કેલીઓને પોતાના ભવિષ્ય વચ્ચે દીવાલ બનવા દીધી નથી.

પોતાના પરિવારને આર્થિક રીતે ટેકો આપવા માટે શુભમ ગામથી દૂર રહ્યો હતો. તે રોજીરોટી કમાઈને પરિવારનું ભરણપોષણ કરતો અને ઘરે પૈસા પણ મોકલતો હતો. આખો દિવસ રસ્તાઓ પર સખત મજૂરી કર્યા પછી થાકી જવાય તેવી પરિસ્થિતિ હોવા છતાં, તેણે ક્યારેય હિંમત હારી નહીં અને રાત્રિના સમયને પોતાના અભ્યાસ માટે સમર્પિત કરી દીધો.

શુભમની આ અથાક મહેનત અને અડગ ધગશનું ફળ આજે તેને મળ્યું છે. તેણે NEETની પરીક્ષામાં સફળતા મેળવીને MBBS માં પોતાનો પ્રવેશ નિશ્ચિત કરી લીધો છે. ડૉક્ટર બનીને સમાજની સેવા કરવાનું તેનું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે.

શુભમની આ ઝળહળતી સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ અને દેશના યુવાનો માટે પ્રેરણાસ્રોત બની છે. તેણે સાબિત કરી બતાવ્યું છે કે જો મનમાં સાચી લગન અને પરિશ્રમ કરવાની ત તૈયારી હોય, તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ કોઈ સ્વપ્ન અશક્ય નથી રહેતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here