Current affairs: પત્રકાર રિતિકા ચોપડાએ 23 સપ્ટેમ્બર 2026 ના રોજ ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલના કારણે દેશભરમાં ઊહાપોહ મચાવી દીધો છે. તેઓ ભારતના સૌથી વિશ્વસનીય investigative journalistમાંના એક છે. હાલમાં તેઓ The Indian Expressમાં Chief of National Bureau (Govt) અને National Education Editor તરીકે કામ કરે છે.
તેમનો જન્મ કોલકાતામાં. અભ્યાસ St. Xavier’s College (Autonomous), Kolkata થી 2003-2006 માં Bachelor’s in Mass Communication / Media Studies. આ પછી જ પત્રકારત્વમાં આવ્યા. 2006માં Hindustan Times માં intern તરીકે શરૂઆત, 2007માં દિલ્હી આવ્યા. તે પહેલા The Economic Times માં હતા, 2015માં Indian Express જોઈન કર્યું કેન્દ્ર સરકાર, Education Ministry અને ખાસ કરીને Election Commission of India (ECI) ને ખૂબ નજીકથી track કરે છે. કહેવાય છે કે નેશનલ મીડિયા સેન્ટરમાં બીજા બધા ઘોંઘાટમાં હોય ત્યારે પણ તેઓ શાંતિથી ફાઈલો અને દસ્તાવેજોમાં ખોવાયેલા રહે છે
તેમને ભારતના લગભગ બધા મોટા પત્રકારત્વ એવોર્ડ મળ્યા છે: [1] Chameli Devi Jain Award 2024 – Outstanding Woman Media Person of the Year. આ એવોર્ડ NCERT પુસ્તકોમાં ઇતિહાસ ફેરફાર અને Election Commission પરના રિપોર્ટિંગ માટે મળ્યો. [2] Ramnath Goenka Excellence in Journalism Award 2021 – Election Commission ની અંદરની કામગીરી પરની સિરીઝ માટે. [3] International Press Institute (IPI) India Award for Excellence in Journalism 2020 (2022માં આપવામાં આવ્યો) – 2019 લોકસભા ચૂંટણીમાં ECI માં Model Code of Conduct પર થયેલા ભાગલા ઉજાગર કરવા માટે. [4] Laadli Media Award 2018 – હરિયાણા પંચાયત ચૂંટણીમાં અભણ ઉમેદવારોને રોકવાના કાયદા પરના રિપોર્ટ માટે.
તેઓ Pegasus લિસ્ટમાં પણ હતા – 2018-19 માં જ્યારે તેમણે ECI માં ભાગલા ઉજાગર કર્યા ત્યારે તેમનો ફોન ટેપ થયો હોવાનું કહેવાયું હતું. ઈન્ડિયન એક્સપ્રેસમાં તેમણે પર્દાફાશ કર્યો કે 3 સભ્યોના Election Commission માં CEC જ્ઞાનેશ કુમાર એકલા નિર્ણયો લઈ રહ્યા છે. બાકીના બે કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી એ છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછા 14 વખત લેખિતમાં વાંધો (written objection) નોંધાવ્યો છે. મુખ્ય વાંધાઓ ક્યા છે? Special Intensive Revision (SIR): મતદાર યાદીની સુધારણાના નામે 30 રાજ્યોમાં 13 કરોડથી વધુ નામો કાપી નાખ્યા! Form-6 માં ફેરફાર: નવા મતદારોએ પોતાના પરિવારનું નામ છેલ્લા SIR માં હતું કે નહીં તે જાહેર કરવું, જેના માટે નિયમોમાં સુધારો જરૂરી હતો, તે વગર જ કરી દેવાયું. Electoral Roll Database નું કેન્દ્રીકરણ – ERONet / ECINet સોફ્ટવેર દ્વારા ERO ના અધિકારો છીનવાઈ રહ્યા છે. આ બધા નિર્ણયો ‘Full Commission’ ના નામે બહાર પડાયા, પણ બે કમિશનરોને ખબર પણ ન હતી! બે કમિશનરોએ તો ફરિયાદ કરતો Cabinet Secretary ને પત્ર પણ લખ્યો!
રિતિકા ચોપડાના અહેવાલ બાદ, વિપક્ષે/ કોકોરચ જનતા પાર્ટીએ CEC ને હટાવવાની માંગ કરી, અને એડવોકેટ બ્રજેશ સિંહે Attorney General પાસે CEC વિરુદ્ધ Contempt of Court ની કાર્યવાહીની મંજૂરી માંગી, કારણ કે સુપ્રીમ કોર્ટના T.N. Seshan (1995) અને Anoop Baranwal (2023) કેસમાં કહેવાયું છે કે CEC માત્ર primus inter pares – સમાન લોકોમાં પ્રથમ છે, એકલો સરમુખત્યાર નહીં.
આશ્ચર્યની બાબત એ છે કે રજત શર્મા જેવા કટ્ટર ગોદી પત્રકાર તથા અન્ય ગોદી ચેનલોએ પણ જ્ઞાનેશકુમાર સામે અવાજ ઊઠાવ્યો છે! કેમકે આ વખતે ફક્ત આરોપ ન હતો, દસ્તાવેજી પુરાવા હતા: 14 વખતની લેખિત નોંધ, ફાઈલ પર ‘unauthorised and illegal’ જેવા શબ્દો. Cabinet Secretary ને લખાયેલા પત્રો – એટલે આંતરિક વાત બહાર આવી ગઈ. સુપ્રીમ કોર્ટના જ બે ચુકાદાની સીધી અવગણના એટલે ભક્ત ચેનલો માટે પણ તેને ‘ફેક ન્યૂઝ’ કે ‘વિપક્ષનો એજન્ડા’ કહેવું મુશ્કેલ બન્યું. રિતિકાના રિપોર્ટને કારણે ‘Thank You Ritika Chopra’ ટ્રેન્ડ થયું અને ઘણા YouTubers એ કહ્યું કે આ રિપોર્ટથી ECI ની કામગીરી પર સવાલ ઉઠ્યા જે સામાન્ય જનતાને ખબર જ ન હતા.
આ જ ફરક છે સમાચાર રિપોર્ટિંગ અને સત્તાને અરીસો બતાવનાર પત્રકારત્વમાં. સરકાર ગમે તેટલી શક્તિશાળી હોય, લોકશાહીમાં, તેને સવાલ પૂછનાર કલમ તેના કરતા મોટી હોઈ શકે છે. રિતિકા ચોપડા એ બતાવ્યું કે પત્રકારત્વમાં બૂમો પાડવાથી નહીં, ફાઈલો વાંચવાથી સરકાર હલે છે !
BY: રમેશ સવાણી [24 સપ્ટેમ્બર 2026]











