પ્રતિકાત્મક ફોટોગ્રાફ

વાંસદા: 1 ડિસેમ્બરના રોજ વાંસદા વિધાનસભા બેઠકમાં આવતાં ચીખલી તાલુકાના ખાંભડા ગામની પ્રાથમિક શાળામાં મતદાન ટાણે ખાંભડા ગામના બુથ નંબર-2 ઉપર સવારના સમયે EVM બંધ થઈ ગયું હતું જેના લીધે મતદારો અટવાયા અને અકળાયા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના ખાંભડા ગામની પ્રાથમિક શાળામાં મતદાન ટાણે ખાંભડા ગામના બુથ નંબર-2 પર 10 વાગ્યા પછી EVM બંધ થઇ જતા નવું ઇવીએમ લાવી ફરીથી 11 વાગ્યા બાદ મતદાન શરૂ કરાયું હતું. ત્યાર બાદ લોકોએ ભારે સંખ્યામાં મતદાન કર્યું હતું

નવસારીની વિધાનસભાની વાંસદા બેઠક અનેક કારણોસર ચર્ચામાં હોય છે ત્યારે ચીખલીમાં બનેલી આ ઘટનાને લઈને ફરી એક વખત આ બેઠક ચર્ચામાં આવી ગઈ હતી. લોકોનું કહેવું છે કે ખાંભડા ગામ સવારના એક કલાક EVM બંધ રહેતા 5 વાગ્યાના સમયગાળામાં વધારો કરી 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું હતું