નેત્રંગ: ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ઝગડિયા વિધાનસભા 152 પ્રાથમિક શાળા બીલાઠામાં 175 નંબર નાં બુથ પર 107 વર્ષના દાદા  વસાવા ધૂળકાભાઈ સુરખિયાભાઈ લોકશાહીના આ પર્વની ઉજવાણી પોતાના પૌત્ર સાથે આવી મતદાન કરીને કરી હતી

Decision News ને મળેલી માહિતી મુજબ લોકશાહીના આ પર્વની પર ઝગડિયા વિધાનસભા 152 પ્રાથમિક શાળા બીલાઠામાં 175 નંબર નાં બુથ પર 107 વર્ષના દાદા વસાવા ધૂળકાભાઈ સુરખિયાભાઈએ ગુજરાતમાં નવી સરકાર રચાઇ અને  લોકોની સમસ્યા દૂર થાય એવા હેતુ સાથે ઉમંગ અને ઉત્સાહ સાથે પોતાના પૌત્ર સાથે આવી મતદાન કરીને પોતાનું કર્તવ્ય હતું.

152 પ્રાથમિક શાળા બીલાઠામાં 175 નંબરના બુથ ઝોનલ ઓફિસર ડો. અજય પટેલ અને એમની ટીમ પણ 107 વર્ષના દાદા વસાવા ધૂળકાભાઈ સુરખિયાભાઈનો મતદાન કરીને સરકાર બનાવવામાં પોતાનો અમૂલ્ય મત આપવાની તાલાવેલી જોઈ ખુશી વ્યક્ત કરી હતી.