કેવડિયા: કેવડિયા ખાતે જંગલ સફારી પાર્કના સુરક્ષા કર્મીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને ધરણા પર બેઠા છે. કર્મચારીઓની માંગણીઓનું નિરાકરણ ન આવતાં તેમને આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે. આ દરમિયાન આજરોજ PI ગઢવી દ્વારા એક યુવાન સાથે કરવામાં આવેલ તોછડું અને ધાકધમકીભર્યું વર્તન અત્યંત નિંદનીય છે. ધરણા પર બેઠેલા સુરક્ષા કર્મીઓ પણ સુરક્ષા વ્યવસ્થાનો જ એક ભાગ છે અને પોતાની માંગણીઓ માટે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યારે તેમની સાથે સંવાદ અને સમજાવટથી પ્રશ્નો ઉકેલવાના બદલે પોલીસ અધિકારી દ્વારા આવું વર્તન કરવામાં આવે તે લોકશાહી વ્યવસ્થામાં યોગ્ય નથી.

પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, નહીં કે સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ ઊભો કરવાનું. કેમેરાની સામે યુવાન સાથે કરવામાં આવેલ આ પ્રકારનું વર્તન પોલીસની જવાબદારી અને કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઊભા કરે છે. PI ગઢવીના આ વર્તનની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદાર જણાય તો તેમની સામે કાયદેસરની તથા વિભાગીય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.

રજની વસાવા ઝઘડિયા વિધાનસભા પ્રભારી, આમ આદમી પાર્ટી સભ્યશ્રી, જિલ્લા પંચાયત ભરૂચ કહે છે કે પોલીસ પ્રજાની રક્ષક છે, ભયનું કારણ નહીં. દરેક સામાન્ય નાગરિકને પોલીસ સમક્ષ પોતાની વાત, ફરિયાદ અને પ્રશ્ન નિર્ભયતાથી રજૂ કરવાનો અધિકાર હોવો જોઈએ. પોલીસને જોઈને લોકોના મનમાં ભય નહીં, પરંતુ સુરક્ષા અને વિશ્વાસની લાગણી જન્મવી જોઈએ. પ્રજામાં ભયનો ખોફ ઊભો કરનારી વર્તણૂક નહીં, પરંતુ સંવેદનશીલતા, જવાબદારી અને ન્યાયપૂર્ણ કામગીરી પોલીસ તંત્રની ઓળખ બનવી જોઈએ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here