વાંસદા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, અને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજરોજ સાંજના સમયે વાંસદા- ચીખલી વિધાનસભાના સારવણી ગામમાં ભાજપના ઉમેદવાર અને કાર્યકર્તા ગ્રામજનો દ્વારા ઉગ્રવિરોધ કરી એક જ ચાલે અનંત પટેલ ચાલેના ના નારા બોલી ચુંટણી પ્રચાર પ્રસારનો ફિયસ્કો કર્યાના દ્રશ્યો સામે આવ્યા છે.

જુઓ વિડીયો..

ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું કે અમે આદિવાસી સમાજમાંથી છીએ અને અમારી પર નાના ટુકડા વાળી જમીન છે અને એ જમીન અને પશુપાલન પર અમારું જીવન નિર્ભર છે. ત્યારે હાલમાં જ અમારા ગામમાંથી મોટા પ્રોજેક્ટ જેવા કે પાર તાપી નર્મદા રિવર લીંક અને ભારતમાલા પ્રોજેક્ટ પસાર થઈ રહ્યો છે ત્યારે અમારે જમીન વિહોણા અને વિસ્થાપીત થવાનો વારો આવી રહ્યો છે ત્યારે અમારી સાથે આદિવાસી સમાજનાં આગેવાનો અને માનનીય ધારાસભ્ય અનંત પટેલ હર હંમેશ રાત દિવસ ખડે પગે ઊભા રહી ઉગ્ર વિરોધ કરી ૧૪ રેલીઓ કરવામાં આવી હતી. ત્યારે આ ભરોસાની સરકાર ક્યાં ગઈ હતી ? ચૂંટણી ટાંણે જ આદિવાસી સમાજ દેખાય છે.

ભરોસાની સરકાર કહેવા વાળી ભાજપના હાલના જ વાંસદા ૧૭૭ સીટનાં ઉમેદવાર પિયુષ પટેલ નાયબ મામલતદારમાંથી રાજીનામું આપી ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે અને એમના દ્વારા જ ભરતમાલા પ્રોજેક્ટની કાચી એન્ટ્રી પાડવામાં આવી હતી. અને હાલમાં ઉમેદવારી નોંધાવ્યા બાદ આદિવાસી સમાજ એમને દેખાય આવ્યો આદિવાસીનો વિનાશ કરતા આટ આટલામોટા પ્રોજેક્ટ આવ્યા ત્યારે કેમ રાજીનામુ નથી આપ્યું ? ત્યારે કેમ નહિ દેખાયું ? આદિવાસી સાથેનો અન્યાય થયો ત્યારે કેમ મુંગા મોઢે બેઠા હતા ? હમણાં આદિવાસી આદિવાસી કહી પોતાના અને પાર્ટીના રોટલા શેકવા આવ્યા એમ ગ્રામજનોએ જણાવ્યું હતું.