મહુવા: હાલમાં તમામ પક્ષોના નેતાઓ અને કાર્યકરો વિધાનસભાની ચુંટણીમાં જીત મેળવવા માટે જોરશોર થી ચુંટણી પ્રચાર પ્રસારમાં મંડી પડ્યા છે આવા સમયે ઘણી જગ્યાઓ પર નેતાઓ અને કાર્યકરોને આવકાર મળી રહ્યો છે અને અમુક ગામોમાં લોકો દ્વારા નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે મહુવા બેઠક પર ઉવા ગામમાં ભાજપના નેતા મોહન ધોડિયા અને લોકો વચ્ચે તું તું મેં મેં થયાનો વિડીયો વાયરલ બન્યો છે.

જુઓ વિડીયો..

ગુજરાતમાં હાલમાં ભાજપ દ્વારા જે જુના ધારાસભ્યના ઉમેદવારોને ફરી ટીકીટ અપાઈ છે તેવા ઉમેદવારો અને અમુક કોંગ્રેસ કે આપના સમર્થન વાળા ગામોમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોનો લોકો વિરોધ કરી રહ્યા છે અને મત માંગવા આવેલો નેતાઓને સવાલો પૂછી રહ્યા છે.