વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ઉંમરકુઈ ગામના ઝાડી ફળિયામાં રહેતા મણીલાલભાઈ નવસુભાઈ પવારની નાની દિકરી સંધ્યાબેન ગુમ થયાની ઘટના વાંસદા પોલીસ સ્ટેશને વાલી દ્વારા કરવામાં આવેલી ફરિયાદના કારણે પ્રકાશમાં આવી છે.
પિતાએ ફરિયાદમાં જણાવ્યું તે મુજબ દીકરી સંધ્યાબેન ઘરે એકલી હાજર હતી અને અમે ધરે આવતા ઘરમાં નજરે ન પડતા અમે તપાસ કરી અને જાણવા મળ્યું કે મારી દીકરી સંધ્યા થેલો ભેરવી ઘરેથી નીકળી હતી, રીક્ષામાં બેસી વાંસદા ગઈ હતી અને અમે વાંસદા શોધખોળ કરી પણ કોઈ ખબર-અંતર મળ્યા ન હતા. ત્યાર બાદ અમે ઘરે ફરત ફરી દીકરીના કપડા અને સ્કુલ સર્ટીફીકેટ તેમજ આધારે કાર્ડની તપાસ કરી પણ એ પણ ન હતા.
દીકરીના પિતા વધુમાં જણાવે કે તેણીએ શરીરે લીલા કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ હતો તેણી રંગે ઘઉં વર્ણ છે તેણીની ઉંચાઈ આશરે સાડા ચાર ફુટ છે અને તે ગુજરાતી તથા આદિવાસી ભાષા બોલે છે અને તેણીએ ધોરણ ૧૨ બાર સુધી અભ્યાસ કરેલ છે હાલમાં પોલીસે વાંસદા પોલીસે આગળ ની તપાસ શરુ કરી છે.











