વાંસદા: લોકનેતા અનંત પટેલ પર હુમલા પહેલાના સ્ક્રીનશોટ વાયરલ થયા છે. હુમલો કરનાર રીન્કુ આહિર નામના વ્યક્તિએ ગ્રુપમાં લોકોને દશેરા ટેકરી પર પહોંચવા માટે મેસેજ કર્યો હોવાનું સામે આવ્યું છે. અનંત પટેલ ખેરગામ આવતા પહેલા તમામ લોકોને ભીખુભાઈ આહીરની દુકાને ભેગા થવા માટે મોકલવામાં આવ્યા હતા. તે પ્રકારના મેસેજ કર્યો હોવાના સ્ક્રીનશોટ વાયરલ થતાં આદિવાસી સમાજ રોષ ફેલાયો છે.

જુઓ વાયરલ મેસેજ ફોટોગ્રાફ્સ..

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ થયેલા હુમલા મામલે ગતરોજ અનંત પટેલની મુલાકાત લેવા આવેલા અમિત ચાવડાએ કહ્યું કે આદિવાસીઓના પ્રશ્નો માટે સતત લડતા અનંત પટેલ પર ભાજપના ગુંડાઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો તે ખૂબ જ નિંદનીય ઘટના છે.

હુમલા પછી પણ આદિવાસીના પ્રશ્નો માટે લડતો રહ્યો છું અને લડતો રહીશ એવું અનંત પટેલે જણાવ્યું હતું. અને પોલીસ આરોપી વિરુદ્ધ કેવા પગલાં ભરે છે એ જોવું રહ્યું એવું તેમનું કહેવું છે.