ચીખલી: ચીખલી તાલુકાના વેલણપુર ગામ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 15 મી ઓગસ્ટ ‘સ્વતંત્રતા દિવસ’ની ભારે હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મેડિકલ ઓફિસર ડૉ. ચંદ્રકાંતભાઈ પટેલના વરદ હસ્તે સન્માનપૂર્વક ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ ધ્વજવંદન બાદ ઉપસ્થિત લોકોને સંબોધતા ડૉ. ચંદ્રકાંતભાઈ પટેલે ભારત દેશને મળેલી આઝાદીનું મહત્વ, આઝાદીની લડતનો ઇતિહાસ અને દેશ માટે શહીદોએ આપેલા બલિદાન વિશે વિગતવાર સમજ આપી હતી. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં આરોગ્ય કેન્દ્રનો સમગ્ર સ્ટાફ ઉત્સાહભેર જોડાયો હતો જેમાં મેડીકલ ઓફિસર ડૉ. પ્રીતિ, ડૉ. હેતલ સ્ટાફ અને સુપરવાઈઝર: રાજેશભાઈ, અનિલભાઈ, હેમંતભાઈ, દીપેન, ઝીનલ, રાકેશ, હિતેશભાઈ, પિનાકીનભાઈ, વિરલભાઈ, હર્ષદભાઈ, તરુણભાઈ મહિલા સ્ટાફ અને આશા બહેનો: ક્રિમા, નિકિતા, શ્રુતિ, આશાબેન, હીનાબેન, શિલ્પા, કુંજલ, દીપિકા અને કેતનભાઈ વગેરે હાજર જોવા મળ્યા.

આ ઉપરાંત ટેકનિકલ & સપોર્ટ સ્ટાફ: લેબ ટેકનિશિયન (LT), ફાર્માસિસ્ટ, ડ્રાઈવર કેતનભાઈ તેમજ તમામ MPHW અને આરોગ્ય કેન્દ્રનો અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે હાજર રહેલા તમામ આરોગ્ય કર્મચારીઓએ દેશસેવા અને જનસેવાની ભાવનાને વધુ દ્રઢ બનાવવાનો સંકલ્પ લીધો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here