નર્મદા: કેવડીયા ગામ અને કોલોનીનું નામ એકતાનગર કરવામાં આવ્યું છે તેને ફરી કેવડીયા નામ આપવામાં આવે એવી માંગ સાથે આજરોજ ગરૂડેશ્વર મામલતદારને અને ગુજરાત રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપી કરી રજુવાત કરવામાં આવી હતી.

જુઓ વિડીયો..

રાજ તડવીએ જણાવ્યું હતું કે આઝાદી કાળથી થી ચાલતા કેવડિયા ગામ અને કેવડિયા કોલોનીનું સીધું નામ બદલી એકતાનગર નામ રાખવા આવ્યું છે તે બંધારણ વિરોધી કાર્ય કર્યું છે જેમાં કોઈ સ્થાનિક ગ્રામપંચાયતને કે સ્થાનિક આગેવનોની મંજૂરી લીધી નથી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળએ નામ બદલી નાખ્યું છે તેનો વિરોધ છે. આ વિસ્તારમાં અનુસૂચિ 5 અને પેસા એક્ટ લાગુ હોઇ તો કોઈ પણ કાર્ય કરતા પહેલા ગ્રામ પંચાયતની મંજૂરી મેળવવી પડે પરંતુ કોઈ મંજૂરી લીધી નથી.

વધુમાં જણાવ્યું હતું કે જો, કેવડીયા ગામ અને કેવડીયા કોલોનીનું નામ એકતાનગર કરવામાં આવ્યું છે તે ગેરબંધારણીય છે તેને ફરી કેવડીયા નામ આપવામાં એવી અમારી માંગ છે એકતાનગર માંથી કેવડીયા કરવામાં નહિ આવે તો આવનારી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે.