કપરાડા: ઉપરવાસ વધુ પડેલા વરસાદના કારણે આવેલા પુરે ખેતીમાં તો વિનાશ વેર્યો છે પણ માણસોનો જીવ પણ લીધો છે ત્યારે ગતરોજ કપરાડા તાલુકાના કરચોડ ગામમાંથી પૂરમાં તણાઈ ગયાની અને બાદમાં મૃત્યુ થયાની ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ તાલુકાના કરચોડ ગામના પારસ પાડામા રેહતા ગંગાભાઈ કાળુભાઈ વાઘમારે ઉંમર 60 જેવો કામ અર્થે નદીને બીજી પાર ગયાં હતા એ સમયે તુલસી નદીમા પાણીના નીર વધારે ના હતા પણ રાત્રિ દરમિયાન નદીમાંથી ઉતરતી વખતે ઉપરવાસમાં વધારે વરસાદ પડ્યો હતો અને નદીમાં પુર વધારે આવતા તેમને ખબર ના પડી આચનક પુર વધારે આવતા તેઓ તણાયા હતા આજે સવારે તેઓ 300 મીટર દૂર તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાથી ગંગાભાઈ કાળુભાઈ વાઘમારના પરિવાર અને સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ છવાઈ ગયા સમાચાર મળી રહ્યા છે.