ડેડીયાપાડા: ગઈકાલે જે સભા ભાજપ દ્વારા યોજવામાં આવી હતી, તેમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પત્રકારોનું અપમાનજનક નિવેદન કરતા અને પત્રકારો પર ખોટા આક્ષેપો કરતા પત્રકાર આલમમાં આઘાત સહિત રોષની લાગણી ફેલાઇ હતી જેના પત્રકાર એકતા પરિષદ દેડીયાપાડા, સાગબારા (નર્મદા) દ્વારા ભાજપ અને ગુજરાત સરકારનો કોઈપણ કાર્યક્રમની બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જુઓ વિડીયો..

 

ડેડીયાપાડા ખાતે ગઈકાલે તા.૪,ઓગસ્ટ ૨૦૨૨નાં રોજ ભાજપ પ્રેરિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સાંસદ મનસુખ વસાવા ૬ ટર્મથી વિજેતા બનનાર સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોહિનુરનું ઉપનામ પામેલા સાંસદ મનસુખ વસાવા દ્વારા ગઈ કાલે તા. ૪,ઓગસ્ટ,૨૦૨૨ ના રોજ દેડીયાપાડા વેરાઈ માતાના મંદિર ખાતે તમામને વ્યક્તિગત આક્ષેપો કર્યા ત્યાં સુધી પણ બરાબર હતું, કારણ કે હાલ વિધાન સભાની ચુંટણી આવી રહી છે, ત્યારે વોટ બેંક અંકે કરવા માટે તમે કાર્યકરોની આગળ ભાષણ કરો તે બરાબર છે, પરંતુ જ્યારે તમે પત્રકારો સામે ખોટા આક્ષેપ કર્યા છે, તેની સામે પત્રકાર આલમમાં રોષની લાગણી ફેલાઇ છે.

આજે દેડીયાપાડા, સાગબારા પત્રકાર એકતા પરિષદની સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી, જેમાં પત્રકારો દ્વારા આજે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે આજ થી દેડીયાપાડા અને સાગબારાનાં તમામ પત્રકારો દ્વારા સાંસદ મનસુખ વસાવા અને ભાજપના તમામ કાર્યક્રમનો બહિષ્કાર, અને ગુજરાત સરકારની તમામ પ્રેસ નોટનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં એક આવેદન પત્ર તૈયાર કરવામાં આવ્યું છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના અધ્યક્ષ જેપીન અડ્ડા, ગૃહ મંત્રી અમિત સાહ, ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના ગુજરાત પ્રમુખ સી.આર.પાટીલ સહિત નર્મદા જિલ્લા કલેકટર, નર્મદા જિલ્લા પોલીસ વડા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત મોકલવામાં આવશે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here