વલસાડ: આજરોજ વલસાડ ફિઝિસિયન એસોસિએશન અને વલસાડ એમ.આર.એસોસિએશન દ્વારા વલસાડ સીટી પોલિસ સ્ટેશનના પોલિસ કર્મીચારીઓનું સુગર, પ્રેસર અને ઇસીજી, આંખ-કાન-નાક-ગળા, સ્ત્રીરોગ અને હાડકા સંબંધિત બીમારીઓનું વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું.

Decision Newsને મળેલી માહિતી મુજબ ડોક્ટર્સ ડે નિમિતે વલસાડ ફિઝિસિયન એસોસિએશન અને વલસાડ એમ.આર.એસોસિએશન દ્વારા વલસાડ સિટી પોલિસ સ્ટેશનના આશરે 150 કરતા વધારે કર્મચારીઓને વિનામૂલ્યે સુગર, પ્રેસર અને ઇસીજી,આંખ-કાન-નાક-ગળા, સ્ત્રીરોગ અને હાડકા સંબંધિત બીમારીઓનું નિદાન અને સારવાર આપવામાં આવી.

આ કાર્યક્રમમાં ખેરગામના જાણીતા ગોલ્ડ મૅડલિસ્ટ સર્જન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએસનના પ્રમુખ ડો. નિરવ ભુલાભાઇ પટેલે પ્રેરક હાજરી આપી હતી. આ ઉપરાંત વલસાડના ખ્યાતનામ તબીબો ડો. દેવાંગ દેસાઈ, ડો. સમીર દેસાઈ, ડો. અજય પરમાર, ડો.નિશિથ પટેલ, ડો.વિરાગ દમણીયા, ડો. ખ્યાતિ પટેલ, ડો. રૂપલ રાણા અને એમ. આર. એસોસીએશનના પ્રજ્ઞેશ પાંડે, સુદેશ દેસાઈ, જયેશ ભટ્ટ સહિતના લોકોએ સેવાઓ આપી હતી.