ધરમપુર: ગુજરાતમાં હાલમાં પ્રવેશોત્સવની મોસમ પૂરી થઇ અને હવે સેવાસેતુનો કાર્યક્રમોની શરૂવાત થઇ છે ત્યારે ગતરોજ ધરમપુર તાલુકામાં આઠમા તબક્કાનો સેવાસેતુનો કાર્યક્રમ બહુલક આદિવાસી બાળકોનીસ વસ્તી ધરાવતા વિસ્તાર હનમતમાળ ગામની પ્રાથમિક શાળામાં યોજાયો.

જુઓ વિડીયો..

ધરમપુર તાલુકામાં હનમતમાળ ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા આઠમા તબક્કાનો સેવાસેતુનો કાર્યક્રમ આદિવાસી બાળકોએ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરી હતી અને કાર્યક્રમમાં પધારેલા અધિકારીઓએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું અને શાળાના શિક્ષકો દ્વારા સખત પરિશ્રમથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Decision Newsને સ્થાનિક સૂત્રના જણાવ્યા અનુસાર કાર્યક્રમના અઘ્યક્ષ અને જિલ્લા સદસ્યશ્રી કાકડભાઈ, ગામના સરપંચ શ્રીમતી રાસલીબેન, ધરમપુર પ્રાંત અધિકારી સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી, તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી, નાયબ તાલુકા વિકાસ અધિકારીશ્રી, નાયબ મામતદાર સાહેબશ્રી, તાલુકા સદસ્યશ્રી, તલાટી કમ મંત્રીશ્રીઓ, કર્મચારીઓ તમામ વિભાગ, ગ્રામજનો હાજર રહ્યાં.

Bookmark Now (0)