વાંસદા: વર્તમાન સમયમાં જ ગુજરાત સરકારે શાળા પ્રવેશોત્સવ મનાવી નાના ભૂલકાઓને શાળામાં શિક્ષણનું પ્રથમ પગથીયું ચઢાવ્યું ત્યારે આજરોજ વાંસદાના મનપુર ગામમાં આવેલી વડલી વર્ગશાળાના 22 માં વર્ષના મંગલં પ્રવેશ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં મનપુર ગામના શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 1 થી 5 ના બાળકોને શિક્ષણમાં વધુ પ્રોત્સાહન મળે એવા આશય સાથે (નોટ પેન રબર સંચા) નું વાંસદા તાલુકા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રમુખ નરેશભાઈ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મનપુર ગામના સરપંચશ્રી ગામના પંચાયત બોડીના સભ્યો ગામના અગ્રણીઓની સાથે સાથે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જો આ પ્રકારના કાર્યક્રમો ગ્રામીણ સ્તરે થાય તો નક્કી આદિવાસી વિસ્તારના બાળકોનું શિક્ષણ સ્તર ઉચું લાવવામાં મદદ મળશે.