ચીખલી: આજરોજ ચીખલીમાં ITI ના મહિલા ઇન્સ્ટ્રકટર પ્રીતિબેન પટેલ દ્વારા આદિવાસી જાતિ વિષયક અભદ્ર ટિપ્પણી કરતા તેમના વિરુદ્ધ IT અને એટ્રોસિટી એક્ટની જોગવાઈ મુજબ ગુનો નોંધી તેને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવી છે અને આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

ચીખલીના ચાસા ધોડિયાવાડમાં રહેતા ફરિયાદી ચેતન નવીનભાઈ પટેલ Decision News સાથે વાત કરતાં જણાવ્યું કે હું ચીખલી ITI માં 2011થી ફરજ બજાવું છું ત્યારે મારા વિરૂદ્ધ ITI માં કોપા ટ્રેડમાં ઇન્સ્ટ્રકટર તરીકે ફરજ બજાવતા પ્રીતિબેન દ્વારા સોશ્યલ મીડિયામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ચારિત્ર વિશે અશ્લિલ બાબતો બાબતો અંગ્રેજીમાં લખી સમાજમાં બદનામ કરવાના હેતુથી પોસ્ટ કરી હતી. જેમ કે ‘નડ્ડી દુબરા જાત, દુબરા એક નંબર ના દુબરા દેહુ ભડવા સાલા’ આવી તો બીજી પણ ઘણી અશ્લીલ કોમેન્ટો આદિવાસી સમાજ વિરુદ્ધ લખાયેલી છે પણ આ કોમેન્ટોના સંપૂર્ણ પુરાવા હોવા છતાં લોક મર્યાદાના લીધે Decision News સમાચારમાં ઉલ્લેખ કરી શકે એમ નથી. આ અંગેની જાણ તેમના 22મી ફેબ્રુઆરી 2022 ની મિટીંગ દરમિયાન થતાં તે પોસ્ટનો સ્ક્રીનશોટ લઈ આચાર્યને રિપોર્ટ કર્યો હતો. જાતિ વિરૂદ્ધ અપમાનજનક શબ્દો સાથે ની પોસ્ટ અંગે 25મી ફેબ્રુઆરી 2022ના રોજ તેમણે પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરતા તેના ત્રણેક દિવસ બાદ પ્રીતિબેન પોતાના ફેસબુક પર નવી પોસ્ટ મૂકી કે તમારા માં જો દમ હોય તો માનહાનિનો કેસ ઠોકીને બતાવે પછી તમને બતાવું.

Decision News ને મળેલી તાજા જાણકારી મુજબ આ ફરિયાદના પગલે પોલીસે મહિલા ઇન્સ્ટ્રકટર પ્રીતિબેન પટેલ ( રહે. ચીખલી) વિરૂદ્ધ આઇટી અને એટ્રોસિટી એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે આ સમગ્ર ઘટનાની તપાસ DYSP આર. સી ફળદુ દ્વારા કરવામાં આવી રહી છે.

Bookmark Now (0)