નવસારી: આજરોજ નવસારી જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખ શ્રી શૈલેષભાઇ પટેલની આગેવાનીમાં અને વાંસદાના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં હજારો કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા પાણી યાત્રા યોજવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ પાણી યાત્રાનું સંચાલન શહેર પ્રમુખ શ્રી જગમાલભાઈ દેસાઈ તથા કાર્યકારી પ્રમુખ શ્રી ધર્મેશભાઈ માળી અને શહેર મહામંત્રી શ્રી પીયૂષભાઈ ઢીંમર દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનું આંધણ કર્યા પછી પણ શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી આપી શકી નથી. સાથે સાથે પાણી વેરો કોંગ્રેસના શાસનમાં જે ફક્ત 30 રૂપિયા હતો તે વધારીને આજે 600 રૂપિયા કરી દીધો છે. 1998 પછી સરકાર તરફથી પાણી બાબતે જે કોઈ ગ્રાન્ટ નવસારી વિજલપોર નગરપાલિકાને આપવામાં આવી હોય તે બાબતે યોગ્ય તપાસ કરી અને ભ્રસ્ટાચારને ખુલ્લો પાડવા કલેક્ટરશ્રીને રજુઆત કરવામાં આવી હતી.

આ પાણી યાત્રામાં જાણીતા ધારાશાસ્ત્રી શ્રી સી.પી દ્વારા કલેક્ટરશ્રીને સમસ્યાના નિવારણ માટે તથા પાણી યોજનામાં થયેલા ભ્રસ્ટાચારની તપાસ કરવા માટે ધારદાર રજુઆત કરવામાં આવી હતી. યાત્રામાં લોકસભા ઉમ્મેદવારા શ્રી ધર્મેશભાઈ પટેલ, માજી શહેર પ્રમુખ શ્રી નિરવભાઈ નાયક, રૂકસાના બેન કાદરી, પ્રભાબેન નરેશભાઈ વલસાડીયા, કોર્પોરેટર તેજલ બેન રાઠોડ, મીનાબેન માંગલે, યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી જય પટેલ, સહિતના અન્ય આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.