ઝઘડિયા: જુદા જુદા સ્થળોએ ફરવાનું કોને ન ગમતું હોય પણ હાલમાં ગરમીનો પારો એટલો આસમાને પહોંચ્યો છે  તમે કોઈને ફરવા જવાનું કહો એટલે બધા જ કહેશે તમારું ચસકી ગયું છે કે શું ? પણ આવી અસહ્ય ગરમીમાં તમને Decision News એક એવી જગ્યા વિષે જણાવશે કે જ્યાં ગરમીની જગ્યાએ ઠંડા વાયરાઓ અનુભવશો.
આ સુંદર મઝાની જગ્યાએ તમને બિલકુલ પણ ગરમી અહેસાસ થશે નહિ પણ હાલની અસહ્ય ગરમીમાં ઠંડક આપતો પવન લાગશે. હું વાત કરી રહ્યો છું ઝઘડિયા તાલુકામાં આવેલ કડિયા ડુંગરની.. અહી પાંડવ ગુફા, બુદ્ધની ગુફા, ભીમ પગલાં અને બીજું ઘણું બધું…છે. આ કડિયા ડુંગરની ખાસ વાત એ છે કે અહી ગમે એટલી ગરમી પડતી હોય પણ અહી ઠંડા પવનના ઝોકા તમને અનુભવી શકો.
ઝઘડિયા તાલુકાનો કડિયા ડુંગર પર જો તંત્ર સરખી રીતે ધ્યાન આપવામાં આવે તો આ ઠંડા પવન ખાવાનું સ્થળ તરીકે આને વિકસાવી શકાય એમ છે.