ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાની વનરાજ કોલેજના વિધાર્થીઓએ ત્રણ વર્ષનો પહેલા જે ટેબ્લેટ માટે જે રૂપિયા આપ્યા હતા તે મુદ્દે ધરમપુર તાલુકા અપક્ષ સભ્ય કલ્પેશ પટેલની આગેવાનીમાં વિદ્યાર્થીઓને ન્યાય આપોના નારા સાથે પ્રિન્સિપલ સાહેબશ્રીને મુલાકાત કરી હતી.

જુઓ વિડીયો..

કલ્પેશ પટેલ Decision News સાથે વાત કરતાં કહે છે કે વનરાજ કોલેજના વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ 968 વિધાર્થીઓએ વર્ષ 2019 માં ટેબ્લેટ માટે 1000/- રૂપિયા ભર્યા હતા આ ટેબ્લેટ બધી કોલેજોમાં મળી ગયા છે પરંતુ માત્ર ધરમપુરની વનરાજ કોલેજમાં વિદ્યાર્થી ઓને ટેબ્લેટ આપવાના બાકી છે. મને લાગે છે કે આ ધરમપુર આદિવાસી વિસ્તાર ધરાવતો વિસ્તાર છે અને 90%વિધાર્થીઓ આદિવાસી છે જેના કારણે ભેદભાવ ભર્યું વલણ હોઈ શકે.

તેમણે વધુમાં કહ્યું કે મારી તંત્ર વિંનતી છે વિદ્યાર્થી ઓ ને તાત્કાલિક એમણે ટેબ્લેટ માટે પૈસા ભર્યા હતા એ ટેબ્લેટ આપો નહીં તો વિધાર્થીઓઓના હિતેને ધ્યાનમાં રાખીને આગામી દિવસો ધારણાનો કાર્યક્રમ કરવાની ફરજ પડશે જેની નોંધ લેવી આ પ્રસંગે ખુબજ મોટી સંખ્યામાં વિધાર્થીઓ હાજર રહ્યા હતા.