ચીખલી: નવસારીના ચીખલી તાલુકાની રાનવેરીકલ્લા ગામની પ્રા.શાળામાં શિક્ષકની ઘટ હોવાના કારણે આ જગ્યા ઓપન કરી વિદ્યાર્થીઓના હિતમાં ભરતી કરવા શિક્ષણ અધિકારીને ગામના સરપંચશ્રી દ્વારા લેખીત રજુવાત કરવામાં આવી છે.

રાનવેરીકલ્લાના સરપંચશ્રી વાલીઓ ગ્રામજનો પરથી Decision Newsને પ્રાપ્ત માહિતી મુજબ રાનવેરીકલ્લા ગામની નહેર ફળીયા પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવનાર શિક્ષક જીજ્ઞેશકુમાર બાલુભાઈ પટેલએ પોતાનાં વર્ગની વિદ્યાર્થીની સાથે અભદ્ર વર્તન અને સોશ્યલ મીડિયા ના મારફતે બીભત્સ માગણી બાબતે સજા રૂપે વાંસદા તાલુકાની માનકુનિયા ખોરા વર્ગ શાળામાં કામ ચલાઉ ઓર્ડર આપેલ છે. જેથી એ શિક્ષકની ઓનલાઈન હાજરી અને પગાર રાનવેરીકલ્લાની નહેર ફળિયા પ્રાથમિક શાળામાં માંથીજ થાય છે માટે રાનવેરીકલ્લા પ્રા. શાળાની ગણિત તથા વિજ્ઞાન વિષયના શિક્ષકની જગ્યા ખાલી નથી બોલતી જે બાળકોનાં શિક્ષણ હિતમાં યોગ્ય નથી.

તાલુકા અને જીલ્લાના અધિકારીશ્રીને સ્કૂલમાથી અને વાલીઓ દ્વારા ટેલીફોનીક માહિતી આપેલ હતી. અને આ બાબત અંગે જાણ હોવા છતાં ડિસેમ્બર – 2021 થી એપ્રિલ – 2022 સુધી શાળાકીય એક સત્ર જેટલો સમય વિતી ગયો હોવા છતાં શિક્ષણ કચેરી તરફથી આ શાળામાં કોઈ પ્રવાસી શિક્ષક કે અન્ય શિક્ષકની નિમણુંક આજ દિન સુધી કરવામાં આવેલ નથી કે શાળાની મુલાકાત લઈ ત્યાંની પરિસ્થિતિ અંગે કોઈ ગંભીરતા લીધેલ નથી કે જે જિલ્લા અને તાલુકાની શિક્ષણ કચેરી તરફથી ગંભીર બેદરકારી દર્શાવે છે. પરંતુ હવે બાળકોના શિક્ષણના હિતને ઘ્યાનમાં રાખી આ શિક્ષકને જિલ્લાના સેવાડાની કોઇપણ શાળામાં કાયમી હુકમ કરી આપવા અને રાનવેરીકલ્લાની પ્રાથમિક શાળામાં ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકની હાલ યોજાનાર નવી ભરતી કેમ્પ વખતે આ જગ્યાને ઓપન કરી તેની જગ્યાને બીજા શિક્ષકની સત્વરે કાયમી નિમણુંક કરી આપવા નવસારી જિલ્લા અને ચીખલી તાલુકાના TPO મહેશ ચોધરી સાહેબ DPO રોહિત ચોધરી સાહેબ, શિક્ષણ સંઘ પ્રમુખ હિતેશભાઈ પટેલ, વાંસદા ચીખલીના માનનીય ધારાસભ્ય શ્રી અનંત પટેલને લેખિતમાં અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને શિક્ષણ સચિવ શ્રી ડો.વિનોદ રાવ સાહેબને ટપાલ મારફતે રાનવેરીકલ્લાના અગ્રણી સરપંચશ્રી નીરવભાઈ અને ડેપ્યુટી સરપંચ નીતાબેન વતી( પતિ) નીતિનભાઈએ રજૂવાત કરવામાં આવી હતી

રાનવેરીકલ્લાના સરપંચશ્રી અને ડેપ્યુટી સરપંચ સભ્યશ્રી અને વિદ્યાર્થીના વાલીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આવનાર નવા સત્રમાં જો શિક્ષણના હિતને ધ્યાનમાં ન લેવામાં આવે અને અગાઉ જેવા લોલીપોપ આપવામાં આવશે તો જે તે શિક્ષક સામે કાયદેસરના પગલાં ભરી નોકરીમાંથી બરતરફ કરી જેતે જગ્યાને ખાલી કરવાની માંગ સાથે ગાંધી ચિંધ્યા માર્ગ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.