ચીખલી: નવસારીના ચીખલી  તાલુકાના રાનકુવા ધેરિયા સર્કલની આસપાસ દુકાન વધારાના કારણે ત્યાં ઉભી થતી મુસાફરોને અવરજવરમાં પડતી અગવડતા માટે જોખમકારક સાબિત થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ બાબતની જાણ માર્ગ પરિવહન વિભાગ કે રાનકુવા ગ્રામપંચાયતને નથી કે પછી જે તે વિભાગને જાણ હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યું છે.

Decision Newsએ જગ્યાએ લીધેલી મુલાકાત જોવા મળ્યું કે ચીખલી તાલુકાના રાનકુવા ઘેરિયા સર્કલ ૧૮ થી ૨૦ ગામોને જોડતું અને જાણીતું એક કેન્દ્ર સ્થાન છે માટે આ ઘેરીયા સર્કલના ગોળ રાઉન્ડની ફરતે અસંખ્ય દુકાનની એડ, કે કંપનીની જાહેરાત કે ધાર્મિક પાટોત્સવ કે કથા અને પાર્ટી પક્ષના ઝંડા અને મોટા મોટા બેનરો લગાવવામાં આવ્યા છે અને આ મોટા મોટા બેનરો લગાવ્યા પછી થોડા સમય વીત્યા બાદ બેનરો બાંધેલી દોરી તૂટી જતી હોય છે અને આ ધેરિયા સર્કલ પર બાંધેલા બેનરો ચારો તરફ હવામાં લેહરાય છે. ત્યારે ચીખલીથી લઈ આ ધેરીયા સર્કલ પરથી સીધું વાંસદા, વધઈ, સાપુતારા અને જમણી બાજુ ધરમપુર, નાશિક ડાબી બાજુ ખરેલ નેશનલ હાઈવે ૪૮ નવસારી આમ આખા દિવસ દરમ્યાન લાખો વાહનો અવર-જવર કરતા હોય છે અને ત્યાંથી પસાર થતા લોકો માટે જીવનું જોખમ ઉભુ થાય એવું વાતાવરણ સ્પષ્ટ નજરો સમક્ષ દેખાય આવે છે.

હવે જોવું રહ્યું કે આ બાબતની જાણ માર્ગ પરિવહન વિભાગ કે રાનકુવા ગ્રામપંચાયતને નથી કે પછી જે તે વિભાગને જાણ હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યું છે. હવે રાનકુવા ગામ અને આજુ-બાજુના રહીશોની માંગ છે કે આવા અનેક પ્રકારના મોટા મસ બેનરો ક્યારે હટાવવામાં આવશે અને કોઈ અણબનાવ બનશે તો તેનો જવાબદાર કોણ ? પૂછે છે રાનકુવા ગામ અને આજુબાજુના ગામના લોકો..