ખેરગામ: ગતરોજ ખેરગામના ચાર ખાતે આવેલ દુકાનમાં શોર્ટસર્કિટથી આગ લાગતાં દુકાનમાં રહેલ સંપૂર્ણ માલ-સામાન એકી ઝાટકે બળીને ખાખ થઇ ગયો હતો એક અંદાજ મુજબ આ દુકાનમાં આગના કારણે 10 લાખ રૂપિયાનું નુકશાન થયું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ખેરગામ ખાતે ચારરસ્તા કુંભારવાડ ખાતેં આવેલ હરી ચેમ્બરમાં આવેલ દુકાન નંમ્બર 106 માં ખેરગામ તાલુકાના નારણપોર માતા ફળીયા ખાતે રહેતા હર્ષદ ભાઈ ઉત્તમભાઈ પટેલ છેલ્લા 6 વર્ષથી ક્રિષ્ના નોવેલ્ટી નામની કટલરીની દુકાન ચલાવતા આવ્યા છે. જે રાબેતા મુજબ ગત 15/04/2022 ના રોજ રાત્રે 8 વાગ્યાના અરસામાં પોતાની દુકાન બંધ કરી હર્ષદ ભાઈ પોતાના ઘરે જતા રહ્યા હતા. પરંતુ રાત્રે 9.30 વાગ્યાંના સમય દરમ્યાન હર્ષદ ભાઈની કટલરીની દુકાનમાં કોઈક કારણ સર આગ ભબુકી હતી. દુકાનમાં અચાનક આગને જોતા આશપાશના લોકો દોડી આવ્યા હતા. અને દુકાન માલિકને જાણ કરી દુકાનનું શટલ ખોલ્યા ત્યાં સુધી આગે વિકરણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દુકાનમાં લાગેલ આગે વિકરાણ સ્વરૂપ ધારણને જોઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાથે આગ લાગવાના સમાચાર વાયુ વેગે પસરાતા લોકો ટોળે વળી ગયા હતા. દુકાનમાં લાગેલ આગને સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લેવા સ્થાનીકો દ્વારા પાણીનો છંટકાવ સાથે નજદીકમાં રહેલ રેતીથી આગ બુજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગને કાબૂમાં લેવા ધરમપુર, વલસાડ, બીલીમોરા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

આ આગની ઘટનાની જાણ ખેરગામ પોલીસને જાણ થતાં ખેરગામ PSI સહીતનો સ્ટાફ ધટના સ્થળે આવી પોચ્યા હતા. ધરમપુરની ફાયર ટીમ બાદ બીલીમોરા અને વલસાડની ફાયર વિભાગની ટીમ આવી પોહચી પાણીનો મારો ચલાવતા આશરે અઢી કલાક બાદ આગ કાબુમાં આવી હતી. પરંતુ દુકાનમાં રાખેલો સરસામાન, ફર્નિચર વગેરે આગના ચપેટમાં સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આગ આસપાસની દુકાનમાં નહિ પસરતા દુકાનદારો અને સ્થાનિક રહીશો એ રાહતનો શ્વાસ લીધો હતો.

બનાવની જાણ ખેરગામના સરપંચ ઝરણાં બેન અને તલાટી પ્રભાતસિંહને કરતા તેઓ પણ ધટના સ્થળે ધસી આવ્યા હતા. અને આ અંગે દુકાનના માલિક હરીશભાઈ દયાળજીભાઈ લાડ અને હર્ષદભાઈ પટેલ ક્રિષ્ના નોવેલ્ટી નામની દુકાનમાં આગમાં થયેલા નુકશાનનું પંચકાસ તલાટી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં દુકાનદારને આશરે 9.24 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો પંચકાસ કરવામાં આવ્યો હતો.

BY અંકેશ યાદવ