ધરમપુર: પોલીસની દાદાગીરીનો જવાબ હવે આદિવાસીઓ ગાંધીગીરી થી નહિ બિરસાગીરીથી આપશે ના વાક્યને ચરિતાર્થ થયાના દ્રશ્યો આજે ધરમપુર પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યા હતા. PI એ આદિવાસી સમાજ અને સમાજના આગેવાનો પર પોતાનો રોફ જમાવવાની કોશિશ કરી આદિવાસી સમાજની એકતાએ ધોળા તારા દેખાડી દેતા અંતે માફી માંગવી પડી હતી.

Decision Newsને અપક્ષના તાલુકા સભ્ય કલ્પેશ પટેલ પરથી મળેલી માહિતી મુજબ સંપૂર્ણ ઘટના કઈક આવી હતી.. આજરોજ કેન્દ્રીયમંત્રી અમિત શાહ સુરત ખાતે આવી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં જે પાર તાપી-નર્મદા લિંકને લઈને જે આક્રોશ જે જેને લઈને ગૃહપ્રધાનના કાર્યક્રમમાં કોઈ ખલેલ ન પોહચે તેને લઈને આદિવાસી વિરોધ પ્રદર્શન કરતા અલગ અલગ જીલ્લાના આગેવાનોને આજે પોલીસે નજરકેદ કર્યા હતા તેમાં ધરમપુર તાલુકાના કલ્પેશભાઈ અને સાથે અન્ય આગેવાનોને પણ મળશકે 4:00 વાગ્યાના સમયગાળામાં ઘરેથી ધરમપુર પોલીસ સ્ટેશનમાં નજરકેદ કરાયા હતા જેઓને 11 વાગ્યે ધરમપુર પોલીસે છોડી દીધા હતા ત્યારે તેઓ પોલીસ સ્ટેશનની બહાર પોતાના સાથી સાથે ઉભા હતા ત્યારે વિધાઉટ ડ્રેસમાં આવેલા  PI એ અપ શબ્દ બોલી ગેરવર્તણૂક કરી લાકડીથી મારવાના શબ્દો ઉચ્ચારી મારવા સામે થયા જેને લઈને આદિવાસી આગેવાનો સાથે ઘર્ષણ થયું હતું. અને વાતાવરણ ઉગ્ર બની ગયું હતું અને આદિવાસી આગેવાનો અને લોકોએ પોલીસ સ્ટેશનમાં જ બેસીને PI માફી માગે ના સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન ચાલુ કરી દીધું

જુઓ વિડીયો…

હાલમાં મળેલી જાણકારી મુજબ PI દ્વારા આદિવાસી સમાજ અને આગેવાનોની માફી માંગી લેતા મામલો થાળે પડયો હતો