સિનેવર્લ્ડ: બોલિવૂડ એક્ટર રિતિક રોશન આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ વિક્રમ વેધાનાં શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે રિતિક રોશનના ચાહકો માટે ખુસ ખબર આવ્યા છે કે રિતિક રોશનનાં પિતા રાકેશ રોશને ક્રિશ 4 પર કામ શરુ કરી દીધું છે.

Decision Newsએ મેળવેલી માહિતી પ્રમાણે રાકેશ રોશને ફિલ્મનાં કાસ્ટિંગથી માંડીને બીજી વસ્તુઓ પર કામ કરવાનું શરુ કરી દીધું છે. એ પણ કહેવાઈ રહ્યું છે કે જૂનથી આ ફિલ્મનું શૂટિંગ શરુ થશે. આ તો બધા જાણે જ છે કે ભારતીય સુપરહીરો ક્રિશ કેટલો પોપ્યુલર છે, અત્યાર સુધી આ ફિલ્મનાં ત્રણ પાર્ટ રિલીઝ થઇ ચુક્યા છે અને આ ત્રણેય પાર્ટ દર્શકોને ખૂબ ગમ્યા હતા.

એક રિપોર્ટ પ્રમાણે ક્રિશ-4ની તૈયારીઓ અને ફિલ્મનું કાસ્ટિંગ આ જ વર્ષે જૂનમાં શરુ થઇ જશે. જોકે અત્યાર સુધી રાકેશ રોશને આ વિષે નિર્ણય લીધો નથી કે તેઓ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે કોને કાસ્ટ કરશે. અત્યાર સુધી તો ફિલ્મમાં પ્રિયંકા ચોપડા જ લીડ રોલમાં જોવા મળી છે. ક્રિશ-4ના શુટિંગમાં એટલે કે આ સુપરહીરો ફ્રેન્ચાઈસી માટે ભારે ભરખમ VFX અને સીજીઆઈનો પ્રયોગ કરવામાં આવનાર છે.