નવસારી: દક્ષિણ ભારતીય સિનેમા ફરી એક વાર પોતાની સર્જનાત્મકતાથી દર્શકોને ચોંકાવી રહ્યું છે. તમિલ સિનેમા સામાજિક મુદ્દાઓ પર ધારદાર ફિલ્મો આપી રહ્યું હોય ત્યારે મલયાળમ સિનેમા થ્રિલર અને સસ્પેન્સના ક્ષેત્રમાં એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી રહ્યું છે.
આ જ શ્રેણીમાં નવીનતમ ફિલ્મ ‘સંભવમ’ (Sambhavam) એ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. Jio Hotstar પર હિન્દી ડબમાં ઉપલબ્ધ આ ફિલ્મને દર્શકોએ ‘ટાઈમ ટ્રાવેલ હોરર-થ્રિલર-સસ્પેન્સ’નું અનોખું કોકટેલ ગણાવી છે.
ફિલ્મની વાર્તા એક પોલીસ અધિકારીની આસપાસ ઘૂમે છે, જે ૩૦ વર્ષ પહેલાના સમય સાથે જોડાયેલી છે. ફિલ્મની શરૂઆતની ૩૦ મિનિટ જ દર્શકના દિમાગને ચકરાવે ચડાવી દે છે. કશું સમજાતું નથી અને જેમ-જેમ વાર્તા આગળ વધે છે તેમ તેમ confusion વધતું જાય છે. દર્શક કોઈ એક નિષ્કર્ષ પર પહોંચી જ નથી શકતો. અણધારી ટ્વિસ્ટ અને સસ્પેન્સથી ભરપૂર આ ફિલ્મ છેલ્લા સુધી દર્શકને બાંધી રાખે છે.
જબરદસ્ત સ્ટોરીટેલિંગ, ઉત્તમ અભિનય અને ટાઈમ ટ્રાવેલના અનોખા કન્સેપ્ટને કારણે ‘સંભવમ’ને એકવાર જોવા જેવી ફિલ્મ ગણવામાં આવી રહી છે. મલયાળમ સિનેમાના પ્રેમીઓ માટે આ ફિલ્મ ખાસ છે. જો તમે મનોરંજન સાથે દિમાગને પણ ચેલેન્જ કરવા માંગતા હોવ તો ‘સંભવમ’ જરૂર જુઓ. Jio Hotstar પર હિન્દીમાં ઉપલબ્ધ છે. આ ફિલ્મ જોઈ તમારો અભિપ્રાય અમને જણાવો!











