ગુજરાત: સતત વધતી મોંઘવારી વચ્ચે લોકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. CNG ના ભાવમાં વધારો થયો છે. અદાણી ગેસ કંપનીએ આજથી નવો ભાવ વધારો લાગુ કર્યો છે. 2 રૂપિયાના ભાવ વધારા સાથે CNG ગેસનો નવો ભાવ રૂ 73.09 રૂપિયા પહોંચ્યો છે.

યુક્રેન યુદ્ધની અસર હવે ભારતમાં બળતણની કિંમતો પર દેખાવા લાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પેટ્રોલ તેમજ ડીઝલ પર જલ્દી જ મોંઘવારીનો માર પડવાનો છે. CNG ના ભાવ વધવાની શરૂઆત તો આજથી જ થઈ ગઈ છે.  કિંમતોમાં વધારો વૈશ્વિક સ્તર પર તેલના ભાવમાં વધુ સ્પષ્ટતા આવવાની રાહ જોવાઈ રહી છે. કાચુ તેલ બુધવારની સાંજ સુધી 129 ડોલર પ્રતિ બેરલ હતું તો ગુરુવારે સવારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિમત 2 ટકાના વધારા સાથે 113.2 ડોલર પ્રતિ બેરલ થઇ ગયું.

CNGના ભાવ પણ વધી ગયા છે. તો આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલા ભાવમાં વધવાની સંભાવના જોવાય રહી છે.  દિલ્હી સહિત અનેક શહેરોમાં સીએનજીના ભાવમાં વધારો કરાયો છે. તો ગુજરાતમાં આજથી અદાણીએ નવો ભાવવધારો લાગુ કર્યો છે