ગુજરાત: પેપર લીક કૌભાંડ બાદ ગુજરાતમાં વિદ્યુત સહાયકની ભરતીમાં મોટું કૌભાંડ આચરાયાનો આક્ષેપ થઇ રહ્યો છે આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ઊર્જા વિભાગની વિદ્યુત સહાયકની ભરતીમાં કૌભાંડમાં કેટલાક વચેટિયાના નામ જાહેર કર્યા છે

ઊર્જા વિભાગની ભરતીમાં કૌભાંડમાં યુવરાજસિંહે જણાવ્યું કે દિલીપ પટેલ, અરવિંદ પટેલ નામના વ્યક્તિ કૌંભાડી છે. યુવરાજે જણાવ્યું છે કે તમામ કૌભાંડના આધાર – પુરાવા ઉપલબ્ધ છે. તથા હેડક્લાર્કનો આરોપી પિનાકીન પણ સંડોવાયેલો છે. તેમાં આરોપીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવે અને નિષ્પક્ષ તપાસ સમિતિ રચવામાં આવી જોઇએ.

લોકચર્ચાઓ મુજબ, ચાર-પાંચ માસ અગાઉ થયેલી વિદ્યુત સહાયકની ભરતીમાં ઉમેદવારો પાસેથી 15થી 20 લાખના ઉઘરાણામાં મુળ ચોઈલા પાસેના નરસિંહપુર (કપડવંજ) ગામના અને ચરોતરમાં શિક્ષકની નોકરી કરતા જ્યારે મુળ જીતપુરના અને ધનસુરામાં રહેતા એક શિક્ષકનું નામ ચર્ચાની એરણે છે. મામા-ભાણેજ એવા આ બન્ને ભેજાબાજોએ પચાસથી વધુ ઉમેદવારો પાસેથી નોકરીએ લગાડવાના કરોડો ઉઘરાવ્યાની ચર્ચાઓ છે. જેમાં યુવરાજસિંહે કેટલાક વચેટિયાના નામ જાહેર કર્યા છે. તેમાં દિલીપ પટેલે 45 સગા – સંબંધીઓને નોકરીએ લગાડ્યા છે તેવો આક્ષેપ કર્યો છે. તથા ખોટી રીતે ભરતી થયેલા હાલ ફરજ પર છે તેવું પણ જણાવ્યું છે.