આહવા: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સરકારી અધિકારી અને તેમના દ્વારા નીમાયેલા કોન્ટ્રાક્ટરો સરકારી ગ્રાન્ટો પોતાના ખિસ્સા અને પેટ ભરવામાં જ પડયા હોય એમ લાગી રહ્યું છે આજે હારપાડા ગ્રુપ ગ્રામપંચાયત ઘ્વારા બનાવામાં આવેલ પેવર બ્લોકનો રસ્તા બનાવવામાં આવેલા ભ્રષ્ટાચાર થયાના દ્રશ્યો સામે આવ્યા છે

Decision Newsને મળેલી માહિતી મુજબ ગામના રહેવાસી રાજેશભાઈ પવાર દ્વારા જણાવે છે કે રતિલાલ મનુભાઈ બરડેના ઘરથી તુકારામ સીતારામ પવારના ઘર સુધીનો પેવર બ્લોકનો રસ્તો મંજુર કરવામાં આવેલ હતો અને આ રસ્તાનું કામ ચાલુ પણ કરવામાં આવેલું હતું પણ કોના આદેશથી આ રસ્તાનું કામ અધૂરું કરી અને બીજા લોકેશન પર પૂરું કરવામાં આવેલ છે.

તો રાજેશભાઈ ઘ્વારા T.C.M. ને ફોન કરતા છે. પણ T.C.M. ફોન રીસીવ કરતા નથી એનો મતલબ એવો કે આ રસ્તાના કામના ભ્રષ્ટાચાર થયાની ગંદ આવી રહી છે હવે જોવું રહ્યું કે સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટર ક્યારે તંત્ર એકશનમાં આવશે.