કપરાડા: ગઈકાલે કપરાડા એજ્યુકેશન ગ્રુપની એક નવી પહેલના ભાગ રૂપે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલ યુવા મિત્રો માટે આશીર્વાદ સેવા ટ્રસ્ટ સંચાલિત અને એજ્યુકેશન ગ્રુપ કપરાડાના સયુંકત ઉપક્રમે બિરસા મુંડા લાઈબ્રેરીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
Decision Newsને મળતી માહિતી મુજબ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના તમામ સરકારી કર્મચારી તથા સમાજ સેવા કરતા યુવા મિત્રો હાજર રહી કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો હતો. આવનાર સમયમાં પણ જો આપ સહુ કર્મચારીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલ મિત્રોનો સાથ સહકાર હશે તો આવનાર દિવસોમાં આપડે ખુબ જ સારું એવુ આયોજન કરી સમાજના દરેક મિત્રો ખૂબ જ સફળ થાય એવા પ્રયત્ન કરીશુ.
કપરાડાના ઇતિહાસમાં આ પ્રથમ એવી ઘટના છે કે જેમાં સમાજના સરકારી કર્મચારીઓ એ ખૂબ જ મોટી સંખ્યામાં નાણાકીય યોગદાન આપી સમાજ પ્રત્યેનું ઋણઅદા કર્યું છે એ માટે કપરાડા એજ્યુકેશન ગ્રુપ આપણું હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે આવના સમયમાં આપ સહુનો સાથ સહકાર હશે તો જરૂર એક ને એક દિવસે આપડે આપડા સમાજને નવી દિશા તરફ આગળ લઈ જઈશું.











