સાબરકાંઠા: હિંમતનગરમાં નવ વર્ષની બાળકીએ ઘરમાં અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આત્મહત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી બાળકીની હત્યા કે આત્મહત્યાને લઈને કિશોરીનાં મોત પાછળ રહસ્ય જેને લઈને પોલીસની તપાસ ચાલુ થઇ ગઈ છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિમતનગર શહેરના પાચ બત્તી વિસ્તાર પાસે આવેલ હરસોલિયા ડેલામાં ગઈ રાત્રે ભાડાના મકાનમાં રહેતા મુસ્લિમ પરિવારની નવ વર્ષની કાલુ કાલુ બોલાતી કોમળ બાળકીએ ઘરમાં અગમ્ય કારણોસર જાળીએ રૂમાલ બાંધી ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધાનું બી ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. બાળકીના મૃતદેહને રાત્રે ૧૦૮ ધ્વારા હિમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

મૃતક કિશોરી ભણતી ન હતી તેમ છતાં તેણીએ કેવી લાચારી કે મજબુરીને લઈને ઉગતી ઉંમરે પોતાની જીવન લીલા સંકેલી લેવા માટે આપઘાતનું પગલુ ભરવું પડયું તે તપાસનો વિષય છે.