ગોધરા: CDS જનરલશ્રી બિપીન રાવત સહિતના વીરોનાં માનમાં જિલ્લા સેવાસદન, ગોધરા ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં અધિકારીઓ-કર્મચારીઓએ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ જિલ્લા સેવાસદન, ગોધરા ખાતે દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામેલા 11 વીરોનાં માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતુ. નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ.ડી. ચુડાસમાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના અધિકારીઓ-કર્મચારીઓએ જિલ્લા સેવાસદનના પ્રાંગણમાં એકત્રિત થઈ મૌન રાખી દેશના આ સપૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી. નિવાસી અધિક કલેક્ટરશ્રી સહિતના અધિકારીઓએ દેશના પ્રથમ સીડીએસશ્રી સહિતના દિવંગત વીરોનાં પ્રદાનને યાદ કરતા શોક પ્રકટ કર્યો હતો.

CDS જનરલ રાવતનું ચોપર તમિલનાડુનાં કન્નુર ખાતે 8 ડિસેમ્બરના રોજ દુર્ઘટના ગ્રસ્ત થયું હતું, જેમાં CDS બિપીન રાવત અને તેમનાં ધર્મપત્ની સહિત 13 વ્યક્તિઓએ પ્રાણ ગુમાવ્યા હતા. આ દુખદ ઘટનાના પગલે સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

Bookmark Now (0)