ગુજરાત: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસોમાં ચિંતાજનક વધારો દેખાય રહ્યા છે સામે સારા થનારા દર્દીઓની સંખ્યા પણ ઘટી રહી છે. જેના કારણે એક્ટિવ કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે કોરોના વાઈરસના નવા ઘાતક ઓમિક્રોન વેરિએન્ટની દહેશત વચ્ચે આજે રાજ્યમાં 71 નવા કેસો નોધવામાં આવ્યા છે.
Decision Newsએ મેળવેલી જાણકારી સ્વાસ્થ્ય વિભાગ જણાવે છે કે રાજ્યમાં નવા 71 પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાં જામનગરમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના 3 દર્દીઓ મળી આવ્યા છે જેના લીધે સ્થિતિ ચિંતાજનક બનવા પામી છે. આ ઉપરાંત અમદાવાદ-11 સુરતમાં 11 વડોદરામાં 14 કચ્છ 4 નવસારીમાં 4 મહેસાણા ૩ રાજકોટમાં 3 દ્વારકા 2 વલસાડમાં 2 આણંદ 1 ગાંધીનગરમાં 1 નવા કેસો જોવા મળ્યા છે.
અત્યારે રાજ્યમાં કોરોનાના કુલ 524 એક્ટિવ કેસો છે. જે પૈકી 8 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેઓને વેન્ટિલેટર પર રખાયા છે 516 દર્દીઓની હાલત બેહેતર સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે.
તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Decision News ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો











