વ્યારા: ગતરોજ વ્યારા તાલુકામાં આદિવાસી અધિકાર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને આદિવાસી યુવાઓ દ્વારા વ્યારા નગર ખાતે આવેલ રિવરફ્રન્ટ પાસેના સર્કલનુ આદિવાસી સાંસ્કૃતિક સર્કલનું નામકરણ કરી મહાનાયક બિરસા મુંડાજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે વ્યારાના ‘આદિવાસી એકતા અને વિકાસ આંદોલન’ના પ્રમુખ પ્રજ્ઞેશ કાંતિલાલ ગામીતએ જણાવ્યું કે તાપી જીલ્લામાં 99 ટકા આદિવાસી સમાજ છે આ બાબતને ધ્યાનમાં લઈને આદિવાસી સાંસ્કૃતિક સર્કલ નામ આપવામાં આવ્યું છે.

આ પ્રસંગે આદિવાસી અધિકાર યાત્રાના યાત્રિકો અને આદિવાસી સમાજના લીડર પ્રફુલ વસાવા, રાજ વસાવા, જીમ્મીભાઈ અને ‘આદિવાસી એકતા અને વિકાસ આંદોલન’ના પ્રમુખ પ્રજ્ઞેશ કાંતિલાલ ગામીત અને અન્ય આદિવાસી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.