ચીખલી: આજરોજ ચીખલીના રાનકુવા ગામના એક ખેતરમાં દીપડો મૃત હાલતમાં મળી આવતા ફોરેસ્ટ વિભાગે વધુ તપાસ કામગીરી હાથ ધરી છે. હાલમાં દીપડાના મૃત્યુના સાચુ કારણ સામે આવ્યું નથી પણ હત્યા થયા હોવાની લોક ચર્ચા ઉઠી રહી છે.

Decision Newsને ચીખલી ફોરેસ્ટ વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના રાનકુવા ગામે ખેડૂત ખાતેદાર તુષારભાઈ અશોકભાઈ પટેલના ખેતરમાં એક દીપડો મૃત હાલતમાં મળી આવતા આ અંગેની જાણ ચીખલી ફોરેસ્ટ વિભાગને કરતા આર.એફ.ઓ હિતેન્દ્રભાઈ વાધેલા સહિતના સ્ટાફે સ્થળ પર જઇ જોતા એક દીપડો (નર) મળી આવતા ફોરેસ્ટ વિભાગે દીપડીનો કબ્જો લઈ વેટરનરી ડોકટર પાસે પીએમ કરાવી વિસેરા સુરત ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

દીપડાના મોત અંગેનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. વન વિભાગે મૃત દીપડાનો સાદકપોર નર્સરીમાં અગ્નિસંસ્કાર કરી વધુ તપાસ હાથ ધરી છે.